સંવેદનાના સીમાડા પાર કરતી મહિલા હેલ્પલાઇન

**૧૮૧ અભયમ દ્વારા તમિલનાડુ થી ગુજરાત આવી ગયેલ અજાણી મહિલાના પરિવારને શોધી અને જાણ કરાઈ**
**૧૮૧ અભયમ ટીમના કુશળ કાઉન્સીલિંગ દ્વારા તમિલનાડુની પીડિતાના પરિજનોનો સંપર્ક કરાયો**
*તમિલનાડુના અજાણી નિ:સહાય મહિલાને પરિવાર લેવા આવે ત્યાં સુધી સુરક્ષિત આશ્રય અપાવતી 181 અભયમ્ ટીમ*
તારીખ:-24/08/2025 ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકા ના દડવી ગામ થી 181 પર કોલ આવેલ એક અજાણી મહિલા મળી આવેલ છે તેની જાણ કરાઈ, કોલ મળતા જ રાજકોટ જિલ્લા ના ગોંડલ સિટી પોલીસ સ્ટેશન સ્થિત 181 વાન સાથે ટીમના કાઉન્સેલર લતાબેન ચૌધરી,Asi પરવાનાબેન અને પાયલોટ વિશાલભાઈ ઘટના સ્થળે પહોંચી જાગૃત નાગરિક તથા સ્થાનિક લોકો સાથે વાતચીત કરી તો જાણવા મળેલ કે પીડિત મહિલા બપોર ના 12 વાગ્યા ના દડવી ગામ ના બસ સ્ટેશન પર બેઠા હોય તેમજ પૂછ પરછ કરતા કઈ જણાવતા ન હોય અને ગભરાયેલા હોય તેવું લાગી આવતા ૧૮૧ અભયમમાં કોલ કરી મદદ માંગેલ ત્યારબાદ પીડિત મહિલા સાથે પરામર્શ કરતા જાણવા મળ્યું કે તે અન્ય રાજ્યના વતની હોય અને તમિલ ભાષામાં વાત કરતા હોય તેથી પીડિતાની પોતાના વિશેની માહિતી મેળવવી અત્યંત મુશ્કેલ હતી એવામાં કુશળતા પૂર્વક લાંબા પરામર્શ બાદ પીડિતાએ પોતાના પરિજનનોના નામ અને મોબાઈલ નંબર અને સરનામું તામિલ ભાષામાં લખેલ ત્યારબાદ ૧૮૧ ટીમના કાઉન્સિલરે ગૂગલ ટ્રાન્સલેટની મદદથી જણાવેલ મોબાઇલ નંબર પર સંપર્ક કરતા તેમના પતિ અને દીકરી સાથે વાત કરી ત્યારબાદ પીડીતા એ આપેલા નંબર પર વિડીયો કોલ કરી પીડિતાને એમના પતિ સાથે વાત કરાવેલ ત્યારબાદ પીડિતાના પતિ સાથે ચર્ચા કરતા જાણવા મળેલ કે પીડિતા ની માનસિક સ્થિતિ સારી નથી અને અંદાજે ૧૫ દિવસથી તેના પત્ની ઘરેથી નીકળી ગયેલ હોય અને તેઓ એ ગુમ સુદા ની ફરિયાદ તીરૃવલી પોલીસ સ્ટેશનમાં દસ દિવસ પહેલા કરી હોય અમો તેને લેવા આવીએ ત્યાં સુધી સલામત જગ્યાએ આશ્રય અપાવવા જણાવેલ આથી પીડિતાને જામકંડોરણા પોલીસ સ્ટેશન લઈ ગયેલ બનાવની નોંધ કરાવેલ અને પો. સ્ટેશનના પી.આઈ સરને સમગ્ર બનાવ અંગે જાણ કરાઈ ત્યારબાદ પી.આઈ સર એ તીરૃવલી પોલીસ સ્ટેશનમાં કોલ કરેલ અને પીડિતાની માહિતી તથા ફોટો મોકલેલ અને ખરાઇ કરતા તીરૃવલી.પો.સ્ટેશનમાં ગુમસુદા ની ફરિયાદ દાખલ થયેલ છે તેમ ત્યાંના અધિકારીઓ એ જણાવેલ આથી PI સર એ ફોન દ્વારા માહિતી આપેલ કે પીડિતા હાલ ગુજરાત ના રાજકોટ જિલ્લા ના જામકંડોરણા તાલુકામાં આવી ગયા બાબતે વિસ્તૃત માહિતી આપી ત્યારબાદ તપાસ કરનાર તામિલ પોલીસ ટીમ અને પીડિતા ના પરિવાર ના સભ્યો તેડવા ન આવે ત્યાં સુધી પીડિતા ને અમરધામ આશ્રમ માં 181 ટીમ આશ્રય અપાવેલ છે અંતે પીડિતાબેન ના પરિવાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અભયમ મહિલા હેલ્પલાઇન ની માનવતા ભરી કામગીરી ની પ્રશંસા કરી અને આભાર વ્યક્ત કરેલ.
_______________________
regards
bharat g.bhogayata
Journalist (gov.accredate)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)






