હારીજના રોડામાં સતી શ્રી સમરથમાં ની ૨૫ મી પુણ્યતિથિ નિમિત્તે નેત્રયજ્ઞ અને રક્તદાન કેમ્પ યોજાયો.
૩૮ મી વખત બ્લડ ડોનેટ કરતા પરમ પૂજ્ય સંતશ્રી ભરતપુરી બાપુ....
હારીજના રોડામાં સતી શ્રી સમરથમાં ની ૨૫ મી પુણ્યતિથિ નિમિત્તે નેત્રયજ્ઞ અને રક્તદાન કેમ્પ યોજાયો.
—————————————————————————————————————-
૩૮ મી વખત બ્લડ ડોનેટ કરતા પરમ પૂજ્ય સંતશ્રી ભરતપુરી બાપુ….
—————————————————————————————————————-
સંતશ્રી હીરાપુરીબાપુ ગુરૂશ્રી બાલગીરી બાપુનો મંત્ર હતો કે સર્વ આત્માની તૃપ્તિ એજ ભક્તિ એજ ઉદ્દેશથી જન સેવા આશ્રમ મોટીચંદુર દ્વારા !! જન એજ પ્રભુ સેવા!!ના મંત્રને સાર્થક કરવા રોગનિદાન,રક્તદાન,નેત્રયજ્ઞ, વ્યસનમુક્તિ, દલિત સમાજના સમુહલગ્નો અને સતત ચોવીસ કલાક અન્નક્ષેત્ર ચલાવવું વિગેરે કર્યો પૂજ્ય ભરતપુરી બાપુ કરી રહ્યા છે.ત્યારે હારીજ તાલુકાના રોડા પ્રાથમિક શાળાના પટાંગણ આજરોજ તા.૨૫/૦૮/૨૦૨૫ ને સોમવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક સુધી શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના સહયોગ થી એચ.કે. બ્લડ બેંક પાટણના ડોક્ટર દ્વારા સતી શ્રી સમરથમાં ની ૨૫ મી પુણ્યતિથિ નિમિત્તે પરમ પુજ્ય સંતશ્રી ભરતપુરીજી ગુરૂશ્રી હીરાપુરીજીબાપુ (જનસેવા આશ્રમ,મોટીચંદુર)ની પાવન નિશ્રામાં નેત્રયજ્ઞ અને રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.એચ.કે.બ્લડ બેંક પાટણ દ્વારા રોડા ગ્રામજનો ની સાથે ભરતપુરીબાપુને સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું.પૂજ્ય બાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રથમ ભરતપુરી બાપુએ રક્ત ડોનેટ કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કેમ્પમાં રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ રાજકોટના ડોક્ટરો સહિત તેમની ટીમે લગભગ ૪૩૧ દર્દીઓની તપાસ કરી જેમાં ૨૧૪ થી વધુ દર્દીઓને મોતીયાના ઓપરેશન કરવાની જરૂર જણાતાં આજે એક લકઝરી બસ દ્વારા દર્દીઓને નિદાન કેમ્પમાંથી ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ જ્યાં મફત સદ્દગુરૂ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી જરૂરિયાત વાળા મોતીયાના દર્દીઓને આધુનિક ફેંકો મશીન દ્વારા ટાંકા વગરનું મફત ઓપરેશન કરી મફત નેત્રમણી બેસાડી આપવામાં આવશે સાથે સાથે દવા,ટીંપા,ફ્રીમાં આપવામાં આવેલ.દર્દી તથા સાથે આવનાર સગા માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.બાકીના દર્દીઓને બે-ત્રણ દિવસ પછી લઈ જવામાં આવશે અને વગર ભાડે પરત મુકવામાં આવશે અને ૧૧૧ રક્તદાતાઓ એ રક્ત દાન કર્યું હતું એમ ભરતપુરી બાપુએ જણાવ્યું હતું.પૂજ્ય બાપુએ ૩૮ મી વખત રક્ત ડોનેટ કરેલ અને દરેક ને આશીર્વાદ આપ્યા હતા. આ અવસરે સમસ્ત રોડા ગામ જનો અને સેવભાવીઓએ ખડે પગે રહી સેવા પૂરી પાડેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦