
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
રોટરી ક્લબ ઓફ મુંદરા કોર્પોરેટનો સપથ ગ્રહણ સમારોહ યોજાયો
મુંદરા,તા.25 : તાજેતરમાં મુંદરા ખાતે રોટરી ક્લબ ઓફ મુંદરા કોર્પોરેટનો સપથ ગ્રહણ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ અવસરે ડૉ. વિશાલ બિસેન રોટરી ક્લબના પ્રમુખ તરીકે તથા ડૉ. મંથન ફફલ સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કેપ્ટન આલોક મિશ્રા (સીઈઓ – ડીપી વર્લ્ડ) ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વિશિષ્ટ અતિથિઓ તરીકે રોટેરીયન સંદીપ શાહ (એજી ઝોન-૧૫), રોટેરીયન રાજેશ પલણ (એજી ઝોન-૧૬), રોટેરીયન ધર્મેશ મહેતા (એજી ઝોન-૧૭), શ્રી લાલદાસ (ડેપ્યુટી કમિશનર, કસ્ટમ), તથા શ્રી ગજાનન કટરે હાજર રહ્યા હતા.
ગત વર્ષની કાર્યોની વિગતવાર માહિતી રોટેરીયન સચિન ગણાત્રાએ રજૂ કરી હતી તથા તેમને શ્રેષ્ઠ પ્રમુખ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ અવસરે ડૉ. મંથન ફફલે સૌનું આવકાર કર્યું હતું.
સમારોહ દરમિયાન ઇન્સ્ટોલેશન અધિકારી તરીકે રોટેરીયન સંદીપ શાહે સેવા આપી હતી જ્યારે નવા સભ્યોના પ્રવેશ અધિકારી તરીકે રોટેરીયન રાજેશ પલણે સેવા બજાવી હતી.
આ પ્રસંગે ડોસાભાઈ ગઢવી, વાલજીભાઈ લાખાણી, ભુપેન્દ્ર મહેતા, અતુલ પંડ્યા, ડૉ. કુન્દન મોદી, હરેન્દ્રસિંહ જાડેજા, ડૉ. એલ.વી. ફફલ સહિત અનેક અગ્રણીઓ, સમાજસેવીઓ તથા રોટેરીયન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચાર્ટર્ડ સચિવ રોટેરીયન કિશન જોબનપુત્રાએ કર્યું હતું. અંતે રાષ્ટ્રગાન સાથે સમારોહ પૂર્ણ થયો હતો અને નવા કાર્યકાળ માટે સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી.







