NO DRUGS IN BHARUCH CAMPAIGN’ અંતર્ગત ગેરકાયદેસર Methamfetamine એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે કિમત.રૂ.૧૨,૦૪,૯૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરૂધ્ધ કેસો કરવા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજ નાઓ દ્વારા “NO DRUGS IN BHARUCH CAMPAIGN” અંતર્ગત જીલ્લાના તમામ અધિકારીઓને સુચના કરેલ. જે સુચના આધારે એસઓજી પો.ઇન્સ. એ.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફની ટીમો ટી બનાવી જરૂરી કાર્યવાહી હેઠળ હાથ ધરેલ એસ.ઓ.જી.ટીમ દ્વારા જીલ્લામાં અસરકારક પેટ્રોલીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ દરમ્યાન પો.ઇન્સ. એ.એ.ચૌધરી એસ.ઓ.જી.ભરૂચ નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે પો.ઇન્સ. એ.એચ.છૈયા નાઓને એસ.ઓ.જી.ભરૂચની ટીમ સાથે ઓમકાર-૨ ની સામે ન્યુ સીટી કોમ્પ્યુટરની પાછળ બાબરનાથની ચાલમાં રેઇડ કરતા આરોપીઓએ પોતાના કબજા ભોગવટામાં ગેરકાયદેસર નશાકારક એમ.ડી ડ્રગ્સ નો જથ્થો પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ પૈસા કમાવવાના ઇરાદે અન્યને વેચાણ કરવા માટે રાખી મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીઓ વિરૂધ્ધ અંકલેશ્વર શહેર “બી” ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે યુવા ધનને નશાના રવાડે ચઢાવનારો પકડાયેલ આરોપીઓના (૧) શુભમ સંજય પરીહાર, (૨) જગદિશ શેલાભાઇ ભરવાડ, (૩) વસીમરાજા મો.હનીફ શેખ, ને પકડીપાડવામાં આવ્યા છે તેમજ સાહિલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી કિમત.રૂ.૧૨,૦૪,૯૦૦/- ના મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.