
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં વૃક્ષ ધરાશય, વાહન ચાલકોને હાલાકી :રાત્રી સમય દરમિયાન વૃક્ષ ધરાશય થયું અને સવારે ખસેડાયું
અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે મેઘરજ તાલુકામાં વૃક્ષ ધરાશય થવાની ઘટના સામે આવી છે. મેઘરજના બેડઝ ગામ પાસે જતા મુખ્ય રસ્તા પર ગત રાત્રે અચાનક મોટું વૃક્ષ ધરાશય થતા રસ્તો અવરોધિત થઈ ગયો હતો.વૃક્ષ રસ્તાની વચ્ચે ધરાશય થતાં વાહન ચાલકો અટવાઈ ગયા હતા અને થોડો સમય વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. જેના કારણે ગામલોકો તેમજ મુસાફરોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. સ્થાનિક ગ્રામજનોની મદદથી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લાંબા સમય બાદ વૃક્ષ હટાવાતા રસ્તો ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો.સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે નુકસાન થયું નથી. વરસાદી માહોલને કારણે વૃક્ષ ધરાશય અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ બનતી રહેતી હોય, તંત્ર દ્વારા વાહન ચાલકો અને ગામલોકોને સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે.




