WAKANER:વાંકાનેર રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પોસ્ટર માર્કિંગ સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું

WAKANER:વાંકાનેર રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પોસ્ટર માર્કિંગ સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું
ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી અમર સિંહજી કેમ્પસ માં કાર્યરત માતૃશ્રી વ્રજકુવર બેન મગનલાલ મેહતા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ મેનેજમેન્ટ કૉલેજ એન્ડ શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મેહતા મહિલા કોમર્સ કોલેજ અને શ્રીમતી કુમુદબેન મેહતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ baou અભ્યાસકેન્દ્ર 1446 ના વિધાર્થીઓ માટે આજ રોજ તારીખ 26 ઓગસ્ટ 2025 મંગળવાર ના દિવસે મોરબી જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર ના ડો. આરીફ શેરશિયા ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત poster making સ્પર્ધા નું આયોજન કરવામા આવેલ .જેમાં કોલેજ ના 200 વિદ્યાર્થીઓમાંથી 40 વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધેલ..
આ કાર્યક્રમ માં ડૉ. અનિલ પરમાર (RBSK MO) દ્વારા વિદ્યાર્થીઓને તમાકુ ના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શરીર પર થતી શારીરિક અસરો તથા ભયંકર રોગો વિશે માર્ગદર્શન આપેલ.જેમાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને ઇનામ તથા ભાગ લેનાર તમામ વિધાર્થીઓને પ્રોત્સાહન તરીકે ઇનામો આપવામાં આવેલ હતા.
સમગ્ર કાર્યક્રમ RBSK ટીમ જેમાં ડો.અનિલ પરમાર ડો. જિનાલી સંઘાણી ,તથા UPHC વાંકાનેર ના સુપરવાઈઝર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ ,કોલેજ ના આચાર્ય શ્રી શીતલબેન શાહ દ્વારા વિદ્યાર્થી ઓ ને જીવન માં ક્યારેય વ્યસન ન કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. તથા કાર્યક્રમના અંતે MPHS હીરાભાઈ મકવાણા દ્વારા વ્યસન ન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને બધા જ વિદ્યાર્થીઓ ને નાસ્તો કરાવવામાં આવેલ હતો.આ કાર્યક્રમ માં કૉલેજ ના પ્રિન્સીપાલ તથા તમામ પ્રોફેસર મેડમ હાજર રહ્યા હતા.









