થરાદના ઝેટા-ભોરડુ માર્ગ પર વાકા વળેલા થાંભલા વાયર જોખમી સ્થિતિમાં

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
થરાદ તાલુકાના ઝેટાથી ભોરડુ જતા માર્ગ પર વીજ થાંભલાઓની સ્થિતિ અત્યંત જોખમી બની છે. વરસાદ અને પવનના કારણે અનેક વીજ થાંભલાઓ વાંકા વળી ગયા છે અને વીજ વાયરો પણ નમી રહા છે. આ માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો અને રાહદારીઓની અવરજવર રહે છે. ખાસ કરીને ભોરડુમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ માર્ગનો ઉપયોગ કરે છે. જોખમી વીજ થાંભલાઓના કારણે તેમની સલામતી જોખમાઈ છે.સ્થાનિક રહીશો અને ગામના આગેવાનોએ આ સમસ્યા અંગે ગુજરાત વીજ બોર્ડ (GEB)ને અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ વીજ થાંભલાઓના રિપેરિંગ કે આસપાસની ઝાડીઓના કટિંગ જેવી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી.સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો વીજ થાંભલા પડવાથી કોઈ અકસ્માત કે જાનહાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી GEBની રહેશે. તેમણે વીજ તંત્રને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવા વિનંતી કરી છે.




