ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ આપ દ્વારા કપાસની આયાત પરના તમામ ટેક્સ માફ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવી આવેદન અપાયું.

આણંદ આપ દ્વારા કપાસની આયાત પરના તમામ ટેક્સ માફ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવી આવેદન અપાયું.

તાહિર મેમણ – આણંદ – 26/08/2025 -આણંદ જિલ્લાના AAP ના હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે આમ આદમી પાર્ટી એ વિદેશથી થતી કપાસની આયાત પરના તમામ ટેક્સ માફ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. કેન્દ્ર સરકારે 19 ઓગસ્ટના રોજ વિદેશી કપાસની આયાત પરની તમામ ડ્યુટી અને ટેક્સ રદ કર્યા છે. આ નિર્ણય 31 ઓક્ટોબર, 2025 સુધી અમલમાં રહેશે. પાર્ટીએ આ નિર્ણયને તાત્કાલિક પાછો ખેંચવાનીAAP એ જણાવ્યું કે ભારતમાં કપાસનું ઉત્પાદન વધુ છે અને નિકાસ પણ કરવામાં આવે છે. આ નિર્ણયથી વિદેશી કપાસની આયાત વધશે. સ્થાનિક બજારમાં કપાસના ભાવ ઘટશે. તેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન થશે.

 

 

પાર્ટીએ વધુમાં જણાવ્યું કે ભારતીય ખેડૂતોને અમેરિકન ખેડૂતો સાથે સ્પર્ધા કરવી પડે છે. અમેરિકન ખેડૂતોને પ્રતિ એકર વધુ સબસિડી મળે છે. આવા સમયે સરકાર ખેડૂતોને રક્ષણ આપવાને બદલે આયાતને પ્રોત્સાહન આપી રહી છે.

 

AAP એ મુખ્યમંત્રી અને રાજ્ય સરકારને ગુજરાતના ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરવા અપીલ કરી છે. પાર્ટીએ આ નિર્ણયને ભારત વિરોધી, ખેડૂત વિરોધી અને ઉદ્યોગપતિ-તરફી ગણાવ્યો છે. માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!