BANASKANTHATHARAD

વાવની દૈયપ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ નીલાબાઈ પી.ગઢવી ની સરાહનીય કામગીરી

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલ વાવ તાલુકાની દૈયપ ગ્રુપ ગ્રામ પંચાયત વર્ષ 2017 થી 2021 દરમિયાન સમગ્ર જિલ્લામાં વિકાસ માટે એક આદર્શ મોડલ સાબિત થઈ હતી. આ સમયગાળા દરમિયાન તત્કાલિન સરપંચ પી.ડી. ગઢવીએ વહીવટ, વિકાસ અને જનસેવાના મોરચે અનેક નવીન પ્રયાસો કર્યા હતા.

દૈયપ, મી.ચારણ અને મી.રાણા ગામના શ્રમિકો માટે મનરેગા યોજના નીલાબાઈ પી.ડી. ગઢવીના કાર્યકાળ દરમિયાન મીઠી વિરડી સમાન સાબિત થઈ હતી. સરેરાશ 350 જેટલા શ્રમિકોને રોજગાર મળતો રહ્યો હતો. ખાસ વાત એ રહી કે શ્રમિકોના મહેનતાણાં સીધા જ ઓનલાઈન તેમના બેંક ખાતામાં જમા થતા હતા. જેના કારણે વચેતીયા પ્રથા પૂર્ણપણે નાબૂદ થઈ ગઈ હતી. આ બાબતે ગ્રામજનો આજે પણ ગઢવીની પારદર્શકતા અને શ્રમિકપ્રેમની વખાણ કરે છે.

ગામોમાં સી.સી. રોડ, શાળાના ગેટો, પાણીની પાઈપ લાઈન, પેવર બ્લોક, રસ્તા તથા ગટર જેવી મૂળભૂત સુવિધાઓ ઉભી કરવામાં આવી. દલિત સમાજની સ્મશાનભૂમિમાં રૂ.15 લાખના ખર્ચે દીવાલ અને ગટર લાઈનનું બાંધકામ કરવામાં આવ્યું. આવાસ યોજનામાં 50થી વધુ નિરાધાર તથા વિધવા મહિલાઓને મકાન મળતાં તેમનું ઘરનું સ્વપ્ન સાકાર થયું હતું.

વર્ષ 2020માં કોરોનાનો સૌપ્રથમ કેસ બનાસકાંઠામાં વાવ તાલુકાના મી.ચારણ ગામે નોંધાયો હતો. તે સમયે પી.ડી. ગઢવી જીવના જોખમે લોકો વચ્ચે રહી સતત એક મહિનો સેવા આપતા રહ્યા હતા. માસ્ક, સેનેટાઈઝર તથા ખોરાકની વ્યવસ્થા કરવામાં તેમની આગેવાની લોકોએ આજે પણ યાદ રાખી છે.

તે જ વર્ષે તીડ હોનારતમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. ત્યારે ગઢવી અદાલત સુધી પહોંચી ખેડૂતોને લાખો રૂપિયાની સહાય અપાવી હતી. ખેડૂતો આજે પણ જણાવે છે કે – “તત્કાલિન સરપંચ ન હોત તો સહાય સુધી અમારો અવાજ પહોંચ્યો જ ન હોત.”

ગામના વડીલ નાથાભાઈએ જણાવ્યું કે – “અમારા ગામમાં પહેલાં પાણી અને રસ્તાની સમસ્યા મોટી હતી, આજે રોડ-પાઈપલાઈન બંને મળી રહ્યા છે. આ બદલાવ સરપંચના કાર્યકાળમાં આવ્યો.”

મહિલાઓ કહે છે કે – “આવાસ યોજના હેઠળ મળેલા મકાનથી અમને સાચા અર્થમાં છત મળી છે.”

વાવ તાલુકો આંતરરાષ્ટ્રીય સરહદે આવેલો હોવાથી અહીં વિકાસના પડકારો વધુ છે. છતાંય દૈયપ ગ્રુપ પંચાયત પી.ડી. ગઢવીના નેતૃત્વમાં વિકાસ કાર્યોમાં આગળ રહી હતી. વહીવટમાં પારદર્શકતા, યોજના અમલમાં સચોટતા અને કટોકટીના સમયે સેવાભાવ તેમનાં કાર્યકાળની ઓળખ બની રહી હતી…..

Back to top button
error: Content is protected !!