ARAVALLIGUJARATMALPUR

માલપુર : માલપુર નજીકની વાત્રક નદીમાં એક દંપતીએ પોતાના બાળક સાથે કૂદી આપઘાત કરવાનો પ્રયાસ, પતિનું મોત, પત્ની અને બાળક સારવાર હેઠળ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

માલપુર : માલપુર નજીકની વાત્રક નદીમાં એક દંપતીએ પોતાના બાળક સાથે કૂદી આપઘાત કરવાનો પ્રયાસ, પતિનું મોત, પત્ની અને બાળક સારવાર હેઠળ

અરવલ્લી જિલ્લામાં એક દિલદહળાવનારી ઘટના સામે આવી છે. માલપુર નજીકની વાત્રક નદીમાં એક દંપતીએ પોતાના બાળક સાથે કૂદી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. આ દુર્ઘટનામાં પતિનું સ્થળ પર જ મોત નિપજ્યું છે જ્યારે પત્ની અને બાળકને સ્થાનિક લોકોએ જીવતા બચાવી તાત્કાલિક સારવાર માટે માલપુર ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા જ મોડાસા નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને બચાવ કામગીરી હાથ ધરી. ઘટના અંગે માલપુર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આપઘાતના આ પ્રયાસ પાછળના કારણો હજી સુધી બહાર આવ્યા નથી, પરંતુ પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે.આ ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા અને પરિવારજનો પર શોકનો માહોલ છવાઈ ગયો છે.મળતી માહિતી મુજબ આ પરિવાર માલપુર તાલુકાના  કોયલીયા ગામનો છે જેમાં મૃતક પતિ નામે ભુરાભાઇ ચીમનભાઈ ખાંટ ઉંમર 29 વર્ષ , સંગીતાબેન ભુરાભાઇ ખાંટ ઉંમર 27 ,બાળક દ્રુવીલ 2 વર્ષ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. હાલ પ્રાથમિક કારણ મુજબ ઘર કંકાશ ને લઇ આ પગલું ભર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે

Back to top button
error: Content is protected !!