પાટણ યુનિવર્સિટી કક્ષાની આંતર-કૉલેજ કરાટે સ્પર્ધામાં જી ડી મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુર કૉલેજના વિદ્યાર્થીઓએ મેળવ્યો બીજો ક્રમ
27 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાટણ યુનિવર્સિટી કક્ષાની આંતર-કૉલેજ કરાટે સ્પર્ધામાં જી ડી મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુર કૉલેજના વિદ્યાર્થીઓએ મેળવ્યો બીજો ક્રમ. આજ રોજ પાટણ યુનિવર્સિટી ખાતે આયોજિત આંતર-કૉલેજ કરાટે સ્પર્ધામાં જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુર કૉલેજના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી કૉલેજ અને કૉલેજ કેમ્પસનું ગૌરવ વધાર્યું છે.
કૉલેજના ત્રણ રમતવીરોએ વિવિધ વેઈટ કેટેગરીમાં ભાગ લીધો હતો અને તમામે દ્વિતીય સ્થાન (સેકન્ડ રેન્ક) હાંસલ કર્યું. આ વિજેતા વિદ્યાર્થીઓના નામ નીચે મુજબ છે:
* ૫૫ કિલોગ્રામ વજન વર્ગ: દરજી પરેશ રગનાથભાઈ
* ૬૦ કિલોગ્રામ વજન વર્ગ: નાઈ વિશાલ ભરતભાઈ
* ૬૭ કિલોગ્રામ વજન વર્ગ: દરજી રાહુલ દિનેશભાઈ
આ ત્રણેય ખેલાડીઓએ અસાધારણ કૌશલ્ય અને ખેલદિલીનું પ્રદર્શન કરી ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. કૉલેજના પ્રિન્સિપાલ ડૉ રાધાબેન પટેલ અને સમગ્ર સ્ટાફે આ વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. આ ટીમ માટે રમતગમતના અધ્યાપક ડૉ.વિપુલભાઈ દેસાઈ અને કન્વીનર. ડૉ ભારતીબેન રાવત તથા ડૉ. વિજયકુમાર પ્રજાપતિએ ખેલાડીઓને માર્ગદર્શન અને ઉત્સાહ પૂરું પાડ્યું હતું