HIMATNAGARSABARKANTHA

*સાબરકાંઠા જિલ્લામાં મકાન-દુકાન ભાડે આપતા પહેલા પોલીસને જાણ કરવી*

અહેવાલ:- પ્રતિક ભોઈ

*સાબરકાંઠા જિલ્લામાં મકાન-દુકાન ભાડે આપતા પહેલા પોલીસને જાણ કરવી*
***

સાબરકાંઠા જિલ્લામાં આવેલ ઐાધોગીક એકમોમાં પરપ્રાંતના માણસો કામ ધંધા અર્થે આવે છે આવા સંજોગોમાં ત્રાસવાદી પ્રવૃતી સાથે સંકળાયેલ કોઇ વ્યક્તિ સ્થાનિેકે ભાડેથી મકાન/દુકાન/ઐાધોગીક એકમોની જગ્યા લઇ સ્થાનિક માણસો સાથે ભળી જઇ બદ ઇરાદો પાર ન પાડે તે માટે જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીના પગલા લેવા આવશ્યક જણાતા હોય જિલ્‍લાના મેજિસ્‍ટ્રેટ અને કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુને મળેલ સત્તાની રૂએ સાબરકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઇ મકાન/દુકાન/ઐાધોગીક એકમોના માલિક કે સંચાલક અગર તો આ માટે આવા મકાન માલીકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ જયારે મકાન ભાડે આપે ત્યારે સંબંધીત પોલીસ સ્ટેશને જરૂરી વિગતોની જાણ કર્યા સિવાય કોઇ વ્યક્તિને મકાન/દુકાન/ઐાધોગીક એકમોની જગ્યા ભાડેથી આપી શકશે નહીં.
ભાડે આપેલ મકાન/દુકાન/ઐાધોગીક એકમોની જગ્યાની વિગત ભાડુઆત અને સંબધીત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. જેમાં મકાન માલિકનું અથવા દુકાન/શો રૂમ માલિક વતી ભાડે આપવાની સત્તા ધરાવનારનું નામ , મકાન માલિક તથા દુકાન/શો રૂમનાઅ માલિક જ્યાં રહેતા હોય ત્યાંનુ સરનામુ, મોબાઇલ નંબર, ભાડે આપ્યાની તારીખ, નક્કી કરેલ ભાડું ભાડે લેનારનો સંપર્ક કઈ રીતે થયો તેની વિગત, સંપર્ક કરનારનું સરનામુ, ફોન નંબર/મોબાઇલ નંબર વગેરે વિગતો પોલીસ સ્ટેશનને આપવાની રહેશે.
આ હુકમ તા. ૨૩/૧૦/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Back to top button
error: Content is protected !!