*જુના તથા બંધ પડેલા બોરવેલને યોગ્ય રીતે ઢાંકવા બાબત*

અહેવાલ:- પ્રતિક ભોઈ
*જુના તથા બંધ પડેલા બોરવેલને યોગ્ય રીતે ઢાંકવા બાબત*
***
રાજયમાં વિવિધ સ્થળોએ છેલ્લા ઘણા સમયથી ખુલ્લા બોરવેલમાં બાળકો પડી જવાની ઘટનાઓ બનતા આ ગંભીર બાબતને નિવારવા માટે રાજય સરકારે તકેદારીના ભાગરૂપે પ્રતિબંધક આદેશ બહાર પાડયા છે.
જે અંતર્ગત સાબરકાંઠા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ ને મળેલી સત્તાની રૂએ કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે. જેમાં જિલ્લામાં જે તે વિસ્તારમાં બોરવેલ બનાવતા પહેલા સંબંધીત વિભાગની મંજુરી મેળવી હોયતો તેની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં બોર માલીક અથવા બોર એજન્સી ધ્વારા જાણ કરવાની રહેશે. બોરવેલ બનાવ્યા બાદ કોઇ બાળક કે પ્રાણીઓ પડી જાય ને તેથી કોઇ જાનહાનિ થાય નહિ તે માટે બોરવેલની આસપાસના વિસ્તારમાં મજબુત ફેનસીગ વાડ કે ફરતી દિવાલ કરવાની રહેશે અને તે અંગેની જાણ પોલીસ સ્ટેશનને કરવાની રહેશે ઉપરાંત જુના તથા બંધ પડેલ કે અવાવરી પરીસ્થિતમાં હોય તેવા બોરવેલ જમીન માલિકોને ઉપરોકત બાબતોની ખાસ તકેદારી રાખવા જણાવાયું છે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.


