HIMATNAGARSABARKANTHA
*સશસ્ત્ર દળોના ગણવેશનો બીન અધિકૃત વેચાણ ઉપર પ્રતિબંધ*

અહેવાલ:- પ્રતિક ભોઈ
*સશસ્ત્ર દળોના ગણવેશનો બીન અધિકૃત વેચાણ ઉપર પ્રતિબંધ*
*****
રાજ્યના વિવિધ શહેરોમાં સૈન્ય તથા અન્ય સશસ્ત્ર દળોના ગણવેશ તથા તેની સામ્ય ધરાવતા વસ્ત્રોનુ વેચાણ તેનો ઉપયોગ થતો હોય છે. આવા વસ્ત્રો ધારણ કરી અસામાજિક તત્વો દ્રારા દેશદ્રોહી/ ગેર કાયદેસર પ્રવૃતિ થવાનો સંભવ છે. જેના કારણે રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીર ખતરો ઉદભવી શકે છે. સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં બજારમાં બીન અધિકૃત રીતે વેચાણ તથા ઉપયોગમાં લેવાતા સશસ્ત્ર દળોના ગણવેશ (પોશાક) તથા અન્ય ચીજ વસ્તુઓના વેચાણ તથા ઉપયોગ પર જિલ્લાના મેજિસ્ટ્રેટ અને કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ હુકમ તા. ૨૩/૧૦/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.



