GUJARAT

નસવાડી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

મુકેશ પરમાર,, નસવાડી 

નસવાડી તાલુકામાં આવતા ગણેશ ઉત્સવને શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં ઉજવવા માટે નસવાડી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં નગરના વિવિધ ગણેશ મંડળોના હોદ્દેદારો, સામાજિક આગેવાનો તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.બેઠક દરમિયાન નસવાડી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈ.એમ ઝાલા (પી.આઈ) દ્વારા મંડળના સભ્યોને તહેવારને અનુલક્ષીને અગત્યના સૂચનો આપવામાં આવ્યા. જેમાં જાહેર માર્ગ પર અવરોધ ન થાય, સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ નક્કી કરેલી મર્યાદામાં કરવામાં આવે, વિસર્જન દરમિયાન વ્યવસ્થા જળવાય તે માટે મંડળો સહયોગ આપે જેવા મુદ્દાઓ પર ભાર મૂકાયો.તેઓએ જણાવ્યું કે તહેવારો સૌના સહયોગથી શાંતિપૂર્ણ રીતે ઉજવવા જોઈએ અને કોઈપણ પ્રકારની અશાંતિ સર્જાય નહીં તે માટે મંડળો ખાસ કાળજી રાખે. પોલીસ તંત્ર દ્વારા જરૂરી સુરક્ષા બંદોબસ્તની ખાતરી અપાઈ.

Oplus_131072

Back to top button
error: Content is protected !!