GUJARATHALOLPANCHMAHAL
તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ થયેલા 14 મોબાઈલ ફોન શોધી 2.54 લાખ રૂપિયાના અરજદારોને પરત કરતી હાલોલ ટાઉન પોલીસ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૮.૨૦૨૫
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અંતર્ગત જીલ્લામાં મોબાઈલ ફોન ગુમ/ ચોરીના બનતા બનાવો રોકવા માટેની સુચનાના આધારે હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેકટર આર.એ.જાડેજા નાઓએ મોબાઈલ ગુમ અરજીઓ આધારે મોબાઈલ શોધી કાઢવા સર્વેલન્સ ટીમના કર્મચારીઓને જરૂરી સુચનાઓના આધારે ટેકનીકલ માહિતી મેળવી મોબાઈલ નંગ 14 જેની કિંમત 2.54 લાખ શોધી કાઢી અરજદારોને પરત સોંપવામાં આવ્યા હતા.જેથી અરજદારોમાં ખુશી જોવા મળી હતી અને પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો.






