MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana) :માળીયા (મી.) અજીયાસર ગામેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ

 

MALIYA (Miyana) :માળીયા (મી.) અજીયાસર ગામેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ

 

 

માળીયા (મિં) તાલુકાના અંજીયાસર ગામની સીમમાં દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર રેઇડ કરી દેશી દારૂ લી.૪૦૦ કિ.રૂ. ૮૦,૦૦૦/- તથા દેશી દારૂ બનાવવાનો આથો લી.૧૪૦૦ કિ.રૂ. ૩૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧, ૧૫,૦૦૦/-નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.


મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે મહમદહનિફભાઇ કાદરભાઇ ભટ્ટી રહે. માળીયા (મીં) દરબારગઢ પાછળ તા.માળીયા (મીં) જી.મોરબી વાળો અંજીયાસર ગામની સીમમાં ખારો તરીકે ઓળખાતી સીમમાં મચ્છુ નદીના કાંઠે જાહેરમાં દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવે છે તેવી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા દેશી દારૂ લી.૪૦૦ કિ.રૂ.૮૦.૦૦૦/- તથા દેશી દારૂ બનાવવાનો આથો લી.૧૪૦૦ કિ.રૂ.૩૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧.૧૫,૦૦૦/-નો મુદામાલ મળી આવતા આરોપી મહમદહનિફભાઇ કાદરભાઇ ભટ્ટી રહે.માળીયા (મિ) દરબારગઢ પાછળ તા.માળીયા મીયાણાવાળા વિરૂધ્ધ માળીયા (મિં) પો.સ્ટે.માં પ્રોહીબીશન ધારા તળે પ્રોહી કલમ ૬૫ ઇ.એફ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Back to top button
error: Content is protected !!