TANKARA ટંકારાના મિતાણા ગામ પાસે ઓટો ગેરેજ પાસે છરી બતાવી એક શખ્સે આપી જાનથી મારી નાખવાની ઘમકી
TANKARA ટંકારાના મિતાણા ગામ પાસે ઓટો ગેરેજ પાસે છરી બતાવી એક શખ્સે આપી જાનથી મારી નાખવાની ઘમકી
મીતાણા ઓવરબ્રિજ સર્વિસ રોડ પર આવેલ ઓટો ગેરેજ દુકાન પાસે એક ઇસમેં છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા હિતેષ તળશીભાઈ ઢેઢીએ આરોપી સાગર લાખાભાઈ બસિયા રહે મીતાણા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાની પ્રભુનગર મીતાણા ઓવરબ્રિજ સર્વિસ રોડ પર આવેલ બાલાજી ઓટો ગેરેજ દુકાને હોય ત્યારે આરોપી સાગર બસિયા ફોર્ચ્યુનર ગાડી લઈને આવ્યો હતો ફરિયાદી બીજી ગાડી રીપેર કરતો હતો જેથી થોડીવાર રહો હમણાં તમારી ગાડી સર્વિસ કરી આપું કહ્યું જે સારું ના લાગતા તું કેમ અહી ધંધો કેમ કરશ જોઈ લવ કહીને બોલાચાલી કરી ગાળો બોલવા લાગ્યો હતો અને ગાળો આપવાની ના કહેતા હમણાં આવું છું કહીને જતો રહ્યો થોડીવાર પછી છરી લઈને આવી મારવા આવતા ગાડી સર્વિસ કરવા આવેલ નિખીલભાઈ, મીતેશભાઇ અનેભાઈ વચ્ચે પડતા સાગર બસીયા બોલ્યો આજે તું બચી ગયો હવે પછી મારી ગાડીની સર્વિસ કરવાની ના પાડીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે