GUJARATNAVSARIVANSADA

વાંસદા તાલુકાના ગોધાબારી ખાતે ધી મોટી ભમતી સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ મોટી ભમતી સેવા સહકારી મંડળી ગોધાબારી ની વાર્ષિક સાધારણ સભા મંડળીના મકાનમાં મંડળીના પ્રમુખ ભગુભાઈ પટેલના અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં વર્ષ ૨૦૨૪/૨૦૨૫ ના અહેવાલ અને હિસાબ સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા.ત્યારબાદ ઓડિટ રિપોર્ટ ની નોંધ લઈ ૨૦૨૫/૨૦૨૬ માં કરજ ની હદ નક્કી કરવા બાબત ચર્ચા થઈ હતી સાથે જ મંડળીના હિસાબ તપાસવા સ્થાનિક ઓડિટરની નિમણૂંક કરવા, પેટા કાયદામાં શેર ભંડોળ સુધારવા અને આગામી વર્ષમાં મંડળી કઈ રીતે પ્રગતિ કરે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. મોટી ભમતી ના સરપંચ વિનોદભાઈ પટેલ દ્વારા અનાજ કઠોળ, તેલ ખાંડ ખાતર સમયસર મળી રહે તે માટે  રજુઆત કરવામાં આવી હતી.હોળીપાડા ના સરપંચ રાજુભાઈ ગેંગોર્ડે એ પણ ગ્રાહકોને ઝડપથી સારી સેવા આપી શકાય તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી.કાર્યક્રમના અંતે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!