
ફૈઝ ખત્રી શિનોર
શિનોર તાલુકાના સાધલી તેમજ શિનોર ગામે સિનોર પોલીસ દ્વારા ફલેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
આવનાર ઇદે મિલાદ તેમજ ગણેશ ચતુર્થી ના તહેવારો ને અનુલક્ષીને શિનોર પોલીસ દ્વારા ફલેગ માર્ચ નું આયોજન કરાયું હતું.
આગામી મુસ્લિમ સમાજના ઇદે મિલાદ તેમજ હિન્દુ સમાજના ગણેશ ચતુર્થી ના ત્યવહાર ને અનુલક્ષી ને ફ્લેગ માર્ચ યોજાઈ હતી..
હિન્દુ મુસ્લિમ સમાજના લોકો હળી મળીને દરેક ત્યવહાર ઉજવે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે સિનોર પોલીસ દ્વારા સાધલી તેમજ શિનોર ગામ ખાતે ફ્લેગ માર્ક યોજાઈ હતી.
સિનોર પીએસઆઇ એમ એસ જાડેજા ની ઉપસ્થિતિ માં સિનોર પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો સાથે ફ્લેક માર્ચ યોજાઈ હતી.શિનોર પોલીસ સ્ટાફ સાથે આ ફ્લેગ માર્ચ સધલી તેમજ શિનોર ના વિવિધ માર્ગો પર ફરી હતી. ફ્લેગ માર્ચ જોતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.




