
ડેડીયાપાડા ધારાસભ્ય નો જેલવાસ લંબાયો વકીલોની હડતાળને કારણે મોકૂફ.
તાહિર મેમણ – ડેડીયાપાડા – 28/08/2025 -ડેડીયાપાડા ધારાસભ્ય નો જેલવાસ લંબાયો વકીલોની હડતાળને કારણે મોકૂફ દેડિયાપાડાના ના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી. પરંતુ વકીલોની હડતાળને કારણે તે મોકૂફ રહી છે. ચૈતર વસાવા પાંચમી જુલાઈથી જેલમાં બંધ છે. તેમની સામે ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે મારામારીનો આરોપ છે.હાઈકોર્ટમાં વકીલોની હડતાળ યથાવત રહેતા આજે (28મી ઓગસ્ટ) જામીન અરજી પર સુનાવણી થઈ શકી નથી. વકીલો કામથી અળગા રહ્યા હોવાથી ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. બંને નેતાઓ વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ. ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો.સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી હતી. ધરપકડ સમયે પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.



