આણંદ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા માટે ૩૩.૯૭ લાખના ખર્ચે નવીન ૧૦ કામોની મંજૂરી

આણંદ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા માટે ૩૩.૯૭ લાખના ખર્ચે નવીન ૧૦ કામોની મંજૂરી
તાહિર મેમણ- આણંદ- 28/08/2025 – આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં જર્જરિત ઉંચી ટાંકીઓ હોય તે વહેલી તકે ઉતારી લેવા જણાવ્યું હતું. જર્ચરિત ટાંકીઓની નીચે લોકો વાંચી શકે તે રીતે બોર્ડ લગાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત અગાઉ મંજૂર થયેલ કામો ની વિસ્તૃત વિગતો તપાસી હતી.
કલેક્ટર એ ગ્રામ્ય વિસ્તારમાં તમામ લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે જોવા પણ જણાવ્યું હતું.
આ તબક્કે રૂપિયા ૩૩.૯૭ લાખના ખર્ચે નવીન ૧૦ કામોની મંજૂરી આપી હતી. આ નવીન કામોમાં બોરસદ તાલુકાના ઢુંઢા કુવા ગામે, આકલાવ તાલુકાના આસોદર, સોજીત્રા તાલુકાના ગાડા, ખંભાત તાલુકાના બાજીપુરા, બોરસદ તાલુકાના કઠાણા, વીરસદ અને જુના બદલપુર, ખંભાત તાલુકાના વટાદરા, આણંદ તાલુકાના સામરખા અને સોજીત્રા તાલુકાના ત્રંબોવડ ગામો ખાતે જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા આ ગામો ખાતે બોરનું સમારકામ અને વીજળીકરણ તથા બોર ઊંડો કરીને હેન્ડ પંપ લગાવવાની કામગીરી કરવામાં આવશે. કલેકટર આ મંજૂર કરવામાં આવેલ નવા ૧૦ કામો વહેલી તકે શરૂ કરી પૂર્ણ કરવા જણાવ્યું હતું.





