GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાતના 7 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં લો પ્રેશર, સાઇક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની છે, ત્યારે હવામાન વિભાગે આગામી 03 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં એલર્ટ જાહેર કર્યુ છે.

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે ગુરુવારે(28 ઓગસ્ટ) સાંજે 7 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે રાત્રે 10 વાગ્યા સુધીમાં 7 જિલ્લામાં રેડ એેલર્ટ અને અન્ય 19 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે શુક્રવારે (29 ઓગસ્ટ) ખેડા, મહીસાગર, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, પંચમહાલ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.

30-31 ઓગસ્ટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના 9 થી વધુ યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, આણંદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, ભરૂચ, સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

આગામી 1-2 સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.

રાજ્યમાં 3 સપ્ટેમ્બરના રોજ 15 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

Back to top button
error: Content is protected !!