MORBI:મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે
MORBI:મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે
મોરબી જિલ્લા કક્ષાની આર્ટ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવા આહવાન
મોરબીના જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ બાળકોના ભવિષ્યને લઈને તેમજ બાળકોમાં રહેલ સુસુપ્ત શક્તિઓનો વિકાસ થાય એ બાબતે સતત પ્રયત્નશીલ હોય છે.એ માટે અવનવી પ્રવૃત્તિઓ સ્પર્ધાઓ કરાવતા રહે છે, એ અન્વયે બાળકોમાં રહેલ કળાને ખીલવાની મોકો મળે અને મોરબી તથા ગુજરાતનું નામ આખા દેશમાં રોશન કરે એવા ઉમદા આશયથી જિલ્લા પંચાયત- મોરબી અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાની આર્ટ કોમ્પિટિશનનું આયોજન આગામી 7,મી સપ્ટેમ્બર 2025 ના રોજ થવા જઈ રહ્યું છે. જેમાં ધો.3 થી 5,ધો.6 થી 8, ધો.9 થી 10,ધો.11 થી 12 અને ઓપન એજ ગ્રુપ એમ વયજૂથ પ્રમાણે બાળકોને અલગ અલગ વિષયો પર ચિત્રો દોરવા રહેશે. દરેક વયજૂથના વિજેતાઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે તેમજ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ આકર્ષક ગિફ્ટ્સ આપવામાં આવશે તો રસ ધરાવતા આર્ટિસ્ટોને https://kalyangcg.in લિંક પર સત્વરે રજીસ્ટ્રેશન કરવા જણાવાયું છે.