GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વિટ્રીફાઇડ એસોસિએશના પ્રમુખે 200 ટીબી દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ.

 

MORBI:મોરબીમાં વિટ્રીફાઇડ એસોસિએશના પ્રમુખે 200 ટીબી દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ.

 

 

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના જરૂરિયાત મંદ દર્દીઓને જો દવા ની સાથે- સાથે પોષણ યુકત આહર પણ મહી રહે તો તેઓ જલ્દીથી રોગમાંથી સ્વસ્થ થઈ શકે.આવા ઉમદા હેતુથી મોરબીના વિટ્રીફાઇડ એસોસિએશન ના પ્રમુખ તથા બ્લુઝોન વોલ & વિટ્રીફાઇડ કંપની ના ઓનરશ્રી મનોજભાઈ એરવાડીયા એ મોરબી તાલુકા માં ટી.બી.ની દવા શરૂ હોય તેવા 200 જરૂરિયાત મંદ દર્દીઓને પોષણ યુક્ત કીટ આપી ટીબી ના દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવી તેઓને મદદ રૂપ થયા છે.

સમાજના આવા શુભચિંતકો ટીબી મુક્ત ભારત અને સ્વસ્થ ભારત. બનાવવા માટેનું ઉત્ક્રુષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કીટ વિતરણ ના આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ધનસુખ અજાણા સાહેબે દર્દીઓને જરૂરી માર્ગદર્શન પુરું પાડેલ, તથા કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મોરબી તાલુકા હેલ્થ સુપરવાઈઝ શૈલેષભાઇ પારજીયા ભાઈ, સુપરવાઈઝર દીપકભાઈ પટેલે તેમજ જીલ્લા ક્ષય કેન્દ્રના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!