GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ શહેરનાં વસુંધરા સોસાયટીમાં ગણેશોત્સવનું ભવ્ય આયોજન

તા.૨૯/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ગામઠી સંસ્કૃતિની થીમવાળો પંડાલ, સંપૂર્ણ માટીની સાડા છ ફૂટની આકર્ષક મૂર્તિ

Rajkot: રાજકોટ શહેરનાં એરર્પોટ રોડ સ્થિત વસુંધરા રેસીડેન્સીમાં ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. સોસાયટીના પ્રાંગણમાં છેલ્લા સત્તર (૧૭) વર્ષથી ગણેશોત્સવનું સફળ આયોજન થયા બાદ ચાલુ વર્ષે ૧૮માં વર્ષમાં પ્રવેશ થઇ રહ્યો છે.

દુંદાળા દેવની સંપૂર્ણ માટીમાંથી બનાવેલી ઈકો ફેન્ડલીની સાડા-છ ફૂટની મૂર્તિ આકર્ષણ જમાવે છે. અને તેમાં પણ ગામઠી સંસ્કૃતિની થીમવાળો પંડાલની ઝલક પણ દીપી ઉઠે છે.

તારીખ ૨૭મી ઓગસ્ટ ૨૦૨૫ને ભાદરવા સુદ ચોથથી તા. ૦૬ સપ્ટેમ્બર સુધી અગ્યાર દિવસ સુધી ચાલનાર ગણેશ ઉત્સવમાં દરરોજ સવારે આરતી તેમજ સાંજે વૈદિક મંત્રોચ્ચારથી પૂજા-અર્ચના અને આરતીના દર્શનનો લાભ સોસાયટીવાસીઓ અને આસપાસની સોસાયટીના રહીશો આનંદ-ઉત્સાહથી લાભ લઇ ધન્યતા અનુભવે છે.

આ ઉત્સવ દરમ્યાન વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ, બાળકો માટે રમતગમત, છપન ભોગ, કરાઓકેનો કાર્યક્રમ, સત્યનારાયણ ભગવાનની કથા, યમુનાષ્ટકના પાઠ, વડીલોની વંદના તેમજ દરરોજ સાંજે આરતી બાદ રાષ્ટ્રગાન વગેરે કાર્યક્રમો યોજનાર છે. વસુંધરા સોસાયટીની ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા મહોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવવામા આવે છે.

Back to top button
error: Content is protected !!