BHARUCHBHARUCH CITY / TALUKO

દારૂની હેરાફેરીમાં સસ્પેન્ડેડ પોલીસકર્મીની વલસાડથી ધરપકડ:અંકલેશ્વરમાં 7 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં ખુલાસો થયા કાર્યવાહી

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક આસોપાલવ ગેસ્ટ હાઉસ પાસેથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે કારમાંથી રૂ.7.20 લાખનો વિદેશી દારૂ સહિત કુલ રૂ.10.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કેસમાં પોલીસે પહેલા સુરતના સરભાણ વિસ્તારના મંગલમ રેસિડેન્સીમાં રહેતા ચિરાગ રસીક સુદાણીની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. દારૂનો જથ્થો સસ્પેન્ડેડ પોલીસ કર્મી સંજય ચાવડાએ મોકલાવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ બાદ જીઆઇડીસી પોલીસે સંજય ચાવડાની વલસાડથી ધરપકડ કરી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે સંજય ચાવડા સુરતથી વિદેશી દારૂ ભરી જૂનાગઢ તરફ મોકલતો હતો. તે આ કામ માટે ચિરાગને રૂ.10 હજાર આપતો હતો. સંજય ચાવડા વર્ષ 2016માં અનાર્મ પોલીસ જવાન તરીકે જોડાયો હતો. તે વલસાડ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતો હતો. વર્ષ 2024માં પણ તે વાંસદ ટોલપ્લાઝા નજીકથી વિદેશી દારૂની હેરાફેરી કરતા પકડાયો હોવાની માહિતી સામે આવી છે.

Back to top button
error: Content is protected !!