લકી કિડ્ઝ નર્સરી, ખેડબ્રહ્મા ખાતે યોજાયો અનોખો જન્મદિવસ…

અહેવાલ:- પ્રતિક ભોઈ
આજ રોજ તા. 29/08/25ને શુક્રવારે લકી કિડ્ઝ નર્સરી, ખેડબ્રહ્મા ખાતે યોજાયો અનોખો જન્મદિવસ…
ખેડબ્રહ્માના નાયબ કલેક્ટર શ્રી એન. ડી પટેલ સાહેબશ્રી ની દિકરી ચિ. શ્રી ના જન્મદિવસ નિમિત્તે આજ રોજ લકી કિડ્ઝ નર્સરી, કચ્છી સમાજવાડી, ખેડબ્રહ્મા ખાતે સાહેબશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને 225 બાળકો ને ફળાઉ છોડ આપી ને નવતર અભિગમ અપનાવેલ છે. ના. કલેક્ટરશ્રીએ ઉદબોધનમાં પોતે પ્રકૃતિ પ્રેમી હોઈ સેવાસદન તથા અન્ય ખાલી જગ્યાઓ માં વૃક્ષો વાવેલ છે. અને આ પ્રસંગે ચાર તાલુકા ના મંત્રી શ્રી દિનેશ. પી. પટેલે કોરોના કાળ માં ઓક્સિજન લેવા માટે ની પરિસ્થિતિ યાદ કરી, અને દરેક વાલીઓ , દરેક બાળકને આવા કાર્યક્રમ દ્વારા વૃક્ષારોપણ કરવા પ્રેરિત કરેલ હતા.આ પ્રસંગે સ્કૂલ ના ડાયરેક્ટર શ્રી મહેશ. એમ. ચૌહાણ સર, પ્રિન્સીપાલ શ્રીમતિ કાન્તા મેડમ, યોગિતામેમ, સ્કૂલ નો સમગ્ર સ્ટાફ, વાલીગણ તથા સ્કૂલ ના બધાજ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા…




