
તા.૨૯.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Fatepura:“ટીબી મુક્ત ગ્રામ પંચાયત – સરપંચ તાલીમ કાર્યક્રમ”નું સફળ આયોજન
ફતેપુરા તાલુકા આરોગ્ય કચેરી ખાતે ઇમ્પેક્ટ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત પીરામલ સ્વાસ્થ્ય મેનેજમેન્ટ એન્ડ રિચર્ચ ઇન્સ્ટિટ્યૂટ ના સહયોગ દ્વારા તા. 28 ઓગસ્ટ, 2025ના રોજ “ટીબી મુક્ત ગ્રામ પંચાયત – સરપંચ તાલીમ કાર્યક્રમ”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ફતેપુરા તાલુકાના વિવિધ ગામોના સરપંચઓએ હાજરી આપી હતી.કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ટીબી જેવા ગંભીર રોગ સામે ગ્રામ્ય સ્તરે જાગૃતિ લાવી શકાય અને દરેક ગામને ટીબી મુક્ત ભારત 2025 બનાવવામાં સરપંચોની મહત્વપૂર્ણ ભૂમિકા નિશ્ચિત કરવામાં આવે.આ તાલીમ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા નીચે મુજબ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું:ટીબી રોગ શું છે અને તેના લક્ષણો શું છે તેની સારવાર કેવી રીતે ઉપલબ્ધ છે“ટીબી મુક્ત ભારત અભિયાન” વિષે વિગતવાર માહિતી ગ્રામ પંચાયતની ભૂમિકા અને જવાબદારીઓ ગામના સ્તરે ટીબી શોધ, સારવાર અને ફોલોઅપ માટે કયા પગલાં લેવાશે તાલીમ દરમિયાન સરપંચોને માર્ગદર્શિકા અને માહિતીપત્રો પણ આપવામાં આવ્યા.કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી



