ARAVALLIGUJARATMEGHRAJ

શ્રી વિશ્વ વત્સલ ઉત્તર બુનિયાદી વિદ્યાલય વડથલી મુકામે પોસ્કો કાયદાની સમજ અંગે કાયદાકીય ભાષા અંતર્ગત સેમિનાર યોજાયો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

શ્રી વિશ્વ વત્સલ ઉત્તર બુનિયાદી વિદ્યાલય વડથલી મુકામે પોસ્કો કાયદાની સમજ અંગે કાયદાકીય ભાષા અંતર્ગત સેમિનાર યોજાયો

તા.૨૮/૦૮/૨૦૨૫ ના દિવસે શ્રી વિશ્વ વત્સલ ઉત્તર બુનિયાદી વિદ્યાલય વડથલી મુકામે પ્રિન્સિપાલ જીતેન્દ્રસિંહ  નાઓ એ વિદ્યાર્થી -વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે -પોસ્કો કાયદાની સમજ તથા વર્તમાન સમયમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીઓ વચ્ચે બનતા અઘટિત બનાવો અંગે કાયદાની ભાષામાં જરૂરી માર્ગદર્શન માટે બેઠક (મિટીંગ)નું આયોજન ગોઠવેલ હતું.તેમાં ઈસરી પોલીસ સ્ટેશન ના પી. એસ.આઇ બામણીયા,સામાજિક એકતા જાગૃતિ મિશન ના ગુજરાત પ્રદેશ શહ પ્રભારી એડવોકેટ કિર્તીરાજ એમ પંડ્યા અરવલ્લી જિલ્લા શહ પ્રભારી વિજય ભાઈ એસ આમીન નાઓ હાજર રહ્યા હતા. અને બાળકો અને વાલીઓ સાથે સીધો સંવાદ કરી હાલ માં વિદ્યાર્થી- વિદ્યાર્થીઓ વચ્ચે બનતા અગટીત બનાવો ને અટકવવા ના ભાગ રૂપે માર્ગદર્શન પૂરું પડેલ અને વધુમાં પોક્સો એક્ટ વિશે વાલીઓ ને જાગૃતતા લાવવા સમજ કરેલ હતી.

Back to top button
error: Content is protected !!