આણંદ વાસદ ખાતે બહેનોની જીટીયુ આંતર ઝોનલ વોલીબોલ સ્પર્ધા યોજાઈ

આણંદ વાસદ ખાતે બહેનોની જીટીયુ આંતર ઝોનલ વોલીબોલ સ્પર્ધા યોજાઈ
તાહિર મેમણ – આણંદ- 29/08/2025 – એસ વી આઈ ટી., વાસદ ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આંતર ઝોનલ બહેનોની વોલીબોલ સ્પર્ધા નું આયોજન અને યુનિવર્સિટી ટીમનું સિલેક્શન યોજવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં જીટીયુના પાંચ ઝોનની પ્રથમ અને દ્વિતીય ટીમોએ ભાગ લીધો હતો. આમ આ આંતર ઝોનલ સ્પર્ધામાં કુલ ૧૦ ટીમોએ ભાગ લીધો હતો.
સ્પર્ધાની ફાઈનલ મેચમાં LDCE,અમદાવાદની ટીમે ખૂબ જ સંઘર્ષપૂર્ણ રમતને અંતે ૨-૧ થી SDPC, કીમ – સુરતની ટીમને હરાવી ચેમ્પિયનશિપ મેળવી હતી.
સમગ્ર સ્પર્ધા દરમિયાન જીટીયુ વોલીબોલ ટીમનું સિલેક્શન પણ રાખવામાં આવ્યું હતું. જીટીયુ તરફથી ડૉ .કિરણ પટેલ, શ્રી કુણાલ શાહ અને પિંકલ ગામીત સિલેકટર તરીકે ઉપસ્થિત રહી ટીમનું સિલેક્શન કર્યું હતું.
સ્પર્ધાના અંતે સંસ્થાના અધ્યક્ષ ભાસ્કરભાઈ પટેલ અને ઉપાધ્યક્ષ સંદીપભાઈ પટેલના વરદ હસ્તે વિજેતા ખેલાડીઓને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા.
સમગ્ર સ્પર્ધાનું સંચાલન આચાર્ય ડૉ.ડી.પી. સોનીની સીધી દેખરેખ નીચે કોલેજના ડીપીઈ ડૉ. વિકાશ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સમયે સંસ્થાના ભાવેશભાઈ પટેલ, કિશોરભાઈ પટેલ,દિપકભાઈ પટેલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરિ





