GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા નજીક લઝરીયર્સ એપાર્ટમેન્ટમાં જુગાર રમતાં ૬ ઈસમો ઝડપાયા

 

MORBI:મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા નજીક લઝરીયર્સ એપાર્ટમેન્ટમાં જુગાર રમતાં ૬ ઈસમો ઝડપાયા

 

 

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે લઝરીયર્સ એપાર્ટમેન્ટમાં ચોથા માળે ઓફિસ નં-૪૨૯ માં જુગાર રમતા છ ઈસમોને રોકડ રકમ રૂપિયા ૧,૦૪,૦૦૦ મુદ્દામાલ સાથે સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

(મોહસીન શેખ દ્વારા મોરબી )

 

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મહેન્દ્રનગર ચોકડીએ આવેલ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટના ચોથા માળે જુગાર રમતાં છ શખ્સો ઝડપાયા. જયદીપકુમાર કરમશીભાઈ હળવદિયા રહે.આલાપ પાર્ક, પ્રથમભાઈ દેવાયતભાઈ ખાડેખા રહે.શ્રીરામ પાર્ક, નાની વાવડી ,જયભાઈ રાજુભાઈ કાંજીયા રહે.પંચાસર રોડ 4. દીપભાઈ કમલેશભાઈ કાંજીયા , સાવનભાઈ ઘિરજલાલ પટેલ અને આરોપી યશભાઈ રમેશભાઈ પટેલ નામના શખ્સો રોકડા રૂપિયા મોરબીવાળાને રોકડ ૧,૦૪,૦૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરી કરનાર અઘિકારીઓ વી.એન.પરમાર ઇન્સ્પેકટર તથા પો.હેડ.કોન્સ. જગદિશભાઈ ડાંગર તથા રાજેશભાઇ ડાંગર તથા સંજયભાઇ રાઠોડ તથા વિજયભાઇ બાર તથા હિતેશભાઇ મકવાણા તથા પો.કોન્સ. સિધ્ધરાજસિંહ ઝાલા તથા ભાવેશભાઇ કાંટા તથા વિપુલભાઇ બાલસરા તથા રાજપાલસિંહ જાડેજા તથા દેવાયતભાઇ રાઠોડ તથા પ્રિયંકાબેન પૈજા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

Back to top button
error: Content is protected !!