નવસારી જિલ્લાના ચીખલી અને વાંસદા તાલુકામાં કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*કેમ્પમાં ૩૮૨ સ્વ સહાય જૂથની બહેનોને રૂપિયા ૯૭૪.૨૦ લાખ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી*
નવસારી,તા.૩૦: નવસારી જિલ્લાના ચીખલી તથા વાંસદા તાલુકા પંચાયત ખાતે આજરોજ કેશ ક્રેડિટ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે તાલુકા વિકાસ અધિકારીaએ બહેનોને બેંકમાંથી લોન મેળવી સ્વરોજગાર ઉભો કરી આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા. સાથે જ સરકારશ્રી દ્વારા આપવામાં આવતી વ્યાજ સહાય અંગે વિગતવાર માર્ગદર્શન આપી લોનનું સમયસર ચૂકવણું કરવાની અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બેંક લોનના ચેક વિતરણ કરાયા હતા. ઉપરાંત સારી કામગીરી માટે બેંક મેનેજર ને પ્રમાણપત્ર આપી કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ સાથે બેંક સખી અને FLCRP ના નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા.
આ કેમ્પમાં કુલ ૩૮૨ સ્વ સહાય જૂથની બહેનો જોડાયા હતા અને ૯૭૪.૨૦ લાખ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી હતી. બેંક મેનેજરશ્રીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા બાદ TLMશ્રીએ તમામ આગેવાનો, બેંક પ્રતિનિધિઓ તથા બહેનોનો આભારવિધિ આટોપી હતી.
કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી,તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, બેંક મેનેજર, TLM તેમજ સ્વ સહાય જૂથની બહેનો ઉત્સાહભેર જોડાયા હતા.




