ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી..
MADAN VAISHNAVAugust 30, 2025Last Updated: August 30, 2025
2 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
29મી ઓગસ્ટ, મેજર ધ્યાનચંદનો જન્મદિવસ,એટલે કે ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ ની ડાંગ જિલ્લા પોલીસ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનાં સંયુક્ત ઉપક્રમે ગિરિમથક સાપુતારાનાં સ્પોર્ટ્સ કોમલેક્સ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પોલીસ વિભાગ,અને સ્પોર્ટ્સ ઓથોરિટીનાં અધિકારીઓ પણ જોડાયા હતા.સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત આ જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમની સાથે ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન, ડાંગ જિલ્લાનાં નવા એસ.પી.પૂજા યાદવ,સાપુતારા હોટલ એસોસિએશનના સેક્રેટરી તુકારામભાઈ કર્ડિલે, નાયબ પોલીસ અધિક્ષકોમાં જે.એસ. સરવૈયા અને જનેશ્વર નલવૈયા, તેમજ સિનિયર કોચ અલ્કેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.અહી મહાનુભાવોએ કબડ્ડી, દોડ, હોકી,બાસ્કેટબોલ અને આર્ચરી જેવી વિવિધ રમતોનું નિરીક્ષણ કરીને ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ સ્કૂલના ખેલાડીઓને ઉત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓ અને શાળાઓનું મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે નાયબ દંડક વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, “ ખેલ મહાકુંભમાં અલગ અલગ ક્ષેત્રે વિવિધ રમતોમાં પ્રતિનિધિત્વ કરીને અહીં ઉપસ્થિત ખેલાડીઓએ ડાંગ જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.” તેમણે ડાંગના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ જેવા કે આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડાલિસ્ટ સરિતાબેન ગાયકવાડ (કરાડીઆંબા),ડાંગ જિલ્લા એક્સપ્રેસનાં હુલામણા નામથી પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય દોડવીર એવા મુરલીભાઈ ગાવિત (કુમારબંધ), અને ખો-ખો રમતનાં ગોલ્ડ મેડલ વિજેતા ખેલાડી ઓપીના ભીલાર(બીલીઆંબા)નાં ઉદાહરણો આપીને તેમને અન્ય માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા.ડાંગ જિલ્લાનાં નવ નિયુક્ત પોલીસ વડા પૂજા યાદવે મેજર ધ્યાનચંદનાં જીવનના ઉદાહરણો રજૂ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.તેમણે ડાંગ જિલ્લાનાં ખેલાડીઓને દેશ-દુનિયામાં નામ રોશન કરવાની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ખાસ કરીને મહિલા ખેલાડીઓને આત્મરક્ષણની તાલીમ લેવા અને હિંમત તથા જુસ્સો કેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ની દેશવ્યાપી ઉજવણી થઈ રહી છે અને ખેલ જગત એક રાષ્ટ્રીય ચળવળ બને તે માટે પ્રયાસો થઈ રહ્યા છે.આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાનાં પોલીસ અધિકારીઓ/ કર્મચારીઓ,રમત ગમત સંકુલનાં કોચ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને સ્પોર્ટ્સ ડેને ખરા અર્થમાં સફળ બનાવ્યો હતો..
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVAugust 30, 2025Last Updated: August 30, 2025