MORBI:મોરબી હોથી ઇમરાનભાઈ સલીમભાઈને વિશેષ પ્રતિભા પુરસ્કાર પ્રાપ્ત

MORBI:મોરબી હોથી ઇમરાનભાઈ સલીમભાઈને વિશેષ પ્રતિભા પુરસ્કાર પ્રાપ્ત
(રીપોર્ટ મોહસીન શેખ દ્વારા મોરબી) અગાઉ પણ ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ તરફથી હોથી ઇમરાનભાઈ સલીમભાઈએ પ્રતિભાશાળી શિક્ષક પુરસ્કાર ૨૬મી જાન્યુઆરી, ગણતંત્ર દિવસના રાષ્ટ્રીય તહેવારે પ્રાપ્ત કર્યો હતો.
રામનાથપરા સંધી સુન્ની મુસ્લિમ જમાતના માજી પ્રમુખ હોથી ઇસ્માઈલભાઈ બાવલભાઈના નાના ભાઈ તથા ગુજરાત સરકારના સિંચાઈ વિભાગમાં સેવા આપનાર હોથી દાઉદભાઈ બાવલભાઈના પૌત્ર, સમા સુલેમાનભાઈ જમાલભાઈના નવાસા, થેબા હબીબભાઈ ગુલમોહમદભાઈ (BSNL)ના જમાઈ અને નાણાકીય સલાહકાર હોથી સલીમભાઈના પુત્ર — હોથી ઇમરાનભાઈએ ૭૯મા સ્વતંત્રતા દિવસના વિશેષ પ્રસંગે સરકાર સૈયદ અહેમદ મુનીર બાપુ કાદરી (SMGK શૈક્ષણિક સંકુલ) તથા માનનીય સરકાર પીર સૈયદ દાદાબાપુ કાદરી (રહેમતુલ્લાહ અલૈહ) ટ્રસ્ટ સાવર કુંડલા તરફથી વિશેષ પ્રતિભા પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો.
જીવનમાં વધુ સફળતા મેળવે તેવી હાર્દિક દુઆઓ સાથે — સમગ્ર સંધી સુન્ની મુસ્લિમ જમાત અને હોથી પરિવારનું ગૌરવ વધાર્યું છે.હોથી પરિવાર, સંઘી સમાજ તથા ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ…સમા (મુખી) પરિવારના ભાણેજને હાર્દિક અભિનંદન પ્રગતિના શિખરે આગળ વધો એવી સમા પરિવારની દુઆ હંમેશા તમારી સાથે છે.








