MORBI:મોરબીમાં રૂ. ૧.૭૪ કરોડના ખર્ચે નિર્મિત ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(ડિઝાસ્ટર)નું લોકાર્પણ

મોરબીમાં રૂ. ૧.૭૪ કરોડના ખર્ચે નિર્મિત ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(ડિઝાસ્ટર)નું લોકાર્પણ કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી; ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિ
ઇન્સિડન્ટ કમાન્ડર રૂમ, ૨૪/૭ કલાક કાર્યરત કન્ટ્રોલરૂમ અને પાવર બેકઅપ માટે જનરેટર સહિતની આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે મોરબીનું ઈમરજન્સી ઓપરેશન સેન્ટર
મોરબી જિલ્લા સેવા સદનના કેમ્પસમાં રૂ. ૧.૭૪ કરોડના ખર્ચે નિર્મિત ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(ડિઝાસ્ટર)નું જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી વરદ્ હસ્તે તથા ધારાસભ્યશ્રીઓ સહિત પદાધિકારીની/અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં રિબીન કાપી અને દિપ પ્રજ્વલન કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લામાં આપત્તિ વ્યવ્સ્થાપન અર્થે રિસ્પોન્સીબલ ઓફિસર એન્ડ ઇન્સિડન્ટ કમાન્ડર રૂમ, સ્ટાફ, ૨૪/૭ કલાક કાર્યરત કન્ટ્રોલરૂમ, કોઈપણ દુર્ઘટના બને તો તેની જાણ માટે કન્ટ્રોલરૂમ માં TV ની વ્યવસ્થા, વીડિયો કોન્ફરન્સ રૂમ જેવી સુવિધાઓ સાથે લાઇન ડિપાર્ટમેન્ટ કો-ઓર્ડિનેશન રૂમ, રિટાયરીંગ રૂમ અને આક્સ્મિક પરિસ્થિતિમાં વિજ પુરવઠાની વૈકલ્પિક વ્યવસ્થા સહિતની આધુનિક સુવિધાઓ સાથે રૂ. ૧.૭૪ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં નેશનલ ડિઝાસ્ટર ટીમે પણ મોરબીની મુલાકાત દરમિયાન આ સેન્ટરની મુલાકાત લીધી હતી અને આ સેન્ટર માટે તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેર ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, હળવદ ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડાશ્રી મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષકશ્રી ડો. સુનિલ બેરવાલ સહિત વહિવટી તંત્રના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.








