INTERNATIONAL
દરિયામાં મોટી દુર્ઘટના બોટ પલટતા 70 લોકોના મોત

પશ્ચિમ આફ્રિકામાં મોટી દુર્ઘટના બની છે. અહીં એક પ્રવાસીઓ સવાર જહાજ ડૂબતા 70 લોકોના મોત થયા છે. આ અંગે ગામ્બિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, પશ્ચિમ આફ્રિકાના દરિયાકાંઠે સ્થળાંતર કરનારાઓને લઈ જતી એક જહાજ પલટી જતાં ઓછામાં ઓછા 70 લોકોના મોત થયા છે. બોટમાં લગભગ 150 મુસાફરો હતા, જેમાંથી 16ને બચાવી લેવામાં આવ્યા છે. અન્ય લોકોની શોધખોળ કરાઈ રહી છે.
ગેમ્બિયાથી રવાના થયેલું આ જહાજ બુધવારે મૌરિટાનિયાના દરિયાકાંઠે ડૂબી ગયું હતું. પશ્ચિમ આફ્રિકાના દરિયાકાંઠેથી કેનેરી ટાપુઓ તરફ જતો એટલાન્ટિક સ્થળાંતર માર્ગ વિશ્વના સૌથી ઘાતક માર્ગોમાંનો એક છે. અવાર-નવાર આ દરિયાઈ માર્ગ પર બોટ દુર્ઘટના બનતી રહે છે.




