BANASKANTHAGUJARATPALANPUR
જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરના એન.એસ.એસ. વિભાગ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

31 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરના એન.એસ.એસ. વિભાગ અંતર્ગત આજરોજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં
*”પાણી બચાવી શકાય છે બનાવી શકાતું નથી*” ની થીમ પર ચિત્રસ્પર્ધા યોજવામાં આવી. 22 જેટલા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. દરેક સ્પર્ધકને પ્રોત્સાક ઈનામ અને નંબર લાવનાર ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ આપી પુરસ્કૃત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રતીક્ષા એમ. પરમાર અને ડૉ.જાનકીબેન પટેલે કોલેજના આચાર્યશ્રી રાધા બેનના માર્ગદર્શન નીચે કર્યું હતું.






