
તા.૩૧.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે સાયકલ રેલી
મેદસ્વીતા મુક્ત ગુજરાત, ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર દાહોદ દ્વારા સાયકલ રેલી વરસતા વરસાદમાં પણ પણ ફિટ ઇન્ડિયાનો સંદેશો આપતા જિલ્લા કલેકટર યોગેશ નીરગુડે ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે અને મેદસ્વીતા મુક્ત ગુજરાત, ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર, દાહોદ દ્વારા સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતેથી જિલ્લા કલેક્ટરએ લીલી ઝંડી આપી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા કલેક્ટર સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ પણ રેલીમાં જોડાયા હતા.સાયકલ રેલી છાબ તળાવથી શરૂ થઇ ભગીની સમાજ (ભગવાન બિરસા મુંડા સર્કલ), યાદગાર ચોક, દાહોદ નગરપાલિકા, પડાવ, અનાજ માર્કેટ, ગોવિંદ નગર ચોક, ઠક્કર બાપા સ્કૂલ, ચાકલીયા અન્ડર બ્રિજ, ગોદી રોડ, બસ સ્ટેશન થઈને સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવના મુખ્ય ગેટ પાસે સમાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે કહ્યું હતું કે, જિલ્લામાં મેદસ્વિતા ઘટાડવા માટે સાયકલિંગ કરવું એ એક પરિપુર્ણ વ્યાયામ છે. એટલે દર રવિવારે સાયકલિંગ કરવા માટેના નવા કોન્સેપ્ટ મુકીએ છીએ. તેનું તમામ લોકોએ પાલન કરવું જોઇએ, જેનાથી પ્રદુષણ પણ ઓછું થશે અને ફિટનેશ સારું થશે. આ સાઇકલ રેલીમાં શહેરના યુવાનો અને બાળકો અને ૭૦ વર્ષની આસપાસની ઉંમરના લોકો મોટી સંખ્યામાં જોડાયા તેમને કલેક્ટરએ અભિનંદન પાઠવ્યા હતા.આ સાયકલ રેલીમાં દાહોદ, પ્રાંત અધિકારી મિલિન્દ દવે, નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી, મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ, જિલ્લા રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવા, દાહોદ ચીફ ઓફિસર હઠીલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાભી, પ્રાંત યુવા વિકાસ અધિકારી અશોક પટેલીયા, જિલ્લા રમત વિકાસ અધિકારી એલ.પી.બારીયા,પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ,NCC અને NSS ના વિદ્યાર્થીઓ, દાહોદના યુવાનો તેમજ જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા





