તા.૩૧.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પીડિતા દ્વારા 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જણાવેલ કે તેમનું બે વર્ષનું બાળક તેમના સાસરીયાઓ ઝગડો કરી લય લીધેલ પિડિતા ને ઘર માંથી કાઢી મુકી જેથી પીડિતા 181 ની મદદ માંગી
181 મહિલા હેલ્પલાઇન ટીમને કોલ આવતા તાત્કાલિક ધટના સ્થળે પહોંચી પિડિતા ને મળી તેમને આશ્વાસન આપી તમામ હકીકત જાણી અને કાઉન્સિલીગ કરતા જાણવા મળેલ કે પિડીતા ના સાસરીયાઓ વારંવાર માનસિક ત્રાસ આપી હેરાનગતિ કરે છે અને નાની નાની બાબતોમાં મેણા ટોણા મારે છે પિડિતા પોતાના પિયર જતા હતા ત્યારે તેમના પતિ અને સાસરિયાઓ તેમનું બાળક લય લીધેલ હતું અને તેમને ઘર માંથી કાઢી મુકી હતી જેથી પીડિતા 181 મહિલા હેલ્પલાઇન ટીમની મદદ માંગી હતી જેથી 181ની ટીમ દ્વારા બંને પક્ષો વચ્ચે ની વાતચીત સાંભળી કાયદાકીય સલાહ સુચન આપેલ આમ પિડિતા ને હેરાનગતિ કરવી તે ગુનો બને છે તેની સમજ આપી અને બાળક હાલ નાનુ હોવાથી માતા પાસે રહેવા દેવુ તેમ સમજાવે જેથી પીડિતા ના સાસરીયાઓ એ પોતાના ની ભુલ સ્વીકારી હવે પછી આવી ભુલ નહીં થાય તેની બાંહેધરી આપવામાં આવેલ છે જેથી બંને પક્ષો નું સમાધાન કરવામાં આવેલ અને બે વર્ષનું બાળક અપાવેલ છે જેથી પીડિતા ના સમસ્યાનું સુખદ નિરાકરણ થતા પીડિતા 181 મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર માન્યો હતો