BANASKANTHAGUJARAT

ખાનપુરાવાસ (વડા) અનુપમ પ્રાથમિક શાળામાં શ્રીરાધાજીનો જન્મોત્સવ ઉજવાયો..

ખાનપુરાવાસ (વડા) અનુપમ પ્રાથમિક શાળામાં શ્રીરાધાજીનો જન્મોત્સવ ઉજવાયો..

ખાનપુરાવાસ (વડા) અનુપમ પ્રાથમિક શાળામાં શ્રીરાધાજીનો જન્મોત્સવ ઉજવાયો..

સનાતન ધર્મ એવા હિન્દુ ધર્મમાં વાર તહેવારનું ખૂબ મહત્વ છે. તહેવારોમાં હિન્દુ સંસ્કૃતિ અને વિજ્ઞાન પણ જોડાયેલું છે. જન્માષ્ટમી તો સૌ કોઈ ઉજવે પણ રાધા અષ્ટમી તો…. કોઈકે.. કોઈક…આજે ભગવાન કૃષ્ણના પરમ શખા એટલે શ્રી રાધારાણી આજે રાધાજીનો જન્મોત્સવ એટલે રાધા અષ્ટમી,ધરો આઠમ. વર્ષોની પરંપરા મુજબ કાંકરેજ તાલુકા ની ખાનપુરાવાસ (વડા) અનુપમ પ્રાથમિક શાળામાં દર વર્ષે રાધાજીનો જન્મોત્સવ ઉજવાય છે.ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ એટલે રાધા અષ્ટમી.રવિવારની રજા હોવા છતાં શાળા સ્ટાફ પરિવાર અને શાળાના ભૂલકાઓ સ્વેચ્છાએ સંપૂર્ણ ગણવેશમાં આવી રાધાજી ના જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી બન્યા. ગરબે રમી ધૂન ભજન કીર્તન કરી પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા.શ્રેષ્ઠ શિક્ષક શૈલેષભાઈ દેવ (દાદાના સેવક) વર્ષોથી રાધા અષ્ટમીની ઉજવણી કરે છે.દર વર્ષે એમના તરફથી ભોજન પ્રસાદ નું સંપૂર્ણ આયોજન હોય છે.વિધાર્થીઓ અભ્યાસ અર્થે આવે ત્યારે શ્રી રાધા કૃષ્ણના દર્શન કરી ને જ વર્ગ માં પ્રવેશ કરે છે. મિતુલભાઈ ઠક્કર (દાદાના સેવક )ના મિત્ર વર્તુળ તરફથી પચાસ જેટલા બાળકોને શાળા ગણવેશ આપવામાં આવેલ. આચાર્ય રમેશભાઈ પંચાલ અને શાળા પરિવારે ખૂબ સહયોગ આપી શ્રી રાધા અષ્ટમીની ઉજવણી કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

 

Back to top button
error: Content is protected !!