ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાની પેપર સ્ટાઈલમાં બદલાવ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. અગાઉ બોર્ડની પરીક્ષામાં સામાન્ય વિદ્યાર્થી અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર લખવામાં મૂંઝવણ ઊભી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ દ્રષ્ટિહીન માટેના પ્રશ્નોના જવાબો લખી નાખ્યા હતા. ગુજરાત શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ-10 અને 12ના પ્રશ્નપત્રને લઈને પરિપત્ર જાહેર કર્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ મુજબ, શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ-10 અને ધોરણ-12ના ગણિત, સામાન્ય વિજ્ઞાન, અંગ્રેજ, અર્થશાસ્ત્ર સહિતના વિષયોના પ્રશ્નપત્રોમાં ચિત્ર/આકૃતિ/ગ્રાફ/નકશા આધારિત પ્રશ્નોમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક પ્રશ્નો આપવા મામલે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ નોંધ લેવા જણાવ્યું છે.





