Rajkot: “નેશનલ સ્પોટ્સ ડે” અન્વયે યોજાયેલા ‘સાયકલ ઓન સન્ડે’ કાર્યક્રમમાં ૨૫૦ થી વધુ સાયકલીસ્ટો જોડાયા
તા.૩૧/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સાયક્લિંગ દ્વારા ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ અને ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાનમાં જોડાવા અપીલ કરતા મહાનુભાવો
Rajkot: ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા હોકીના જાદુગર કહેવાતા શ્રી મેજર ધ્યાનચંદની જન્મજ્યંતિ નિમિત્તે ઉજવાતા “નેશનલ સ્પોર્ટ્સ ડે” અંતર્ગત ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ અને ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અન્વયે રાજકોટ મહાનગર તથા તમામ ૬ નગરપાલિકા કક્ષાએ ‘સાયકલ ઓન સન્ડે’નું આયોજન કરવામા આવ્યું હતું.
રાજકોટ મહાનગર પાલિકા વિસ્તારના બહુમાળી ભવન ખાતેથી રેસકોર્સ રિંગરોડ ફરતે સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૂલ ૨૫૦ થી વધુ સાયકલીસ્ટો જોડાયા હતા. આ સાઇક્લોથોનનું પ્રસ્થાન મહાનુભાવોએ ફ્લેગ ઓફથી કરાવ્યું હતું. સાઇક્લોથોનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટના રેસકોર્સ રિંગરોડ પર દરરોજ સવારે વૉકિંગ-રનિંગ-જોગિંગ કરતાં લોકોએ હાથ હલાવીને સાયકલીસ્ટોનું અભિવાદન કર્યું હતું, જેનાથી સાયકલીસ્ટોનો જુસ્સો બેવડાયો હતો.
આ પ્રસંગે રાજકોટના મેયર શ્રી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમિન ઠાકર,અગ્રણી શ્રી મૌલેશ ઉકાણી, શ્રી માધવ દવે, શ્રી મનીષ રાડીયા, જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ, રિજીઓનલ મ્યુનિસિપલ કમિશનર શ્રી મહેશ જાની, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ચેતન નંદાણી, રમત વિકાસ અધિકારી શ્રી રમા મદ્રા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.