BANASKANTHAPALANPUR
અંબાજી માં ભાદરવી મહાકુંભ 2025નો વિધિવત પ્રારંભ થયો

1 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
અંબાજીમાં ભાદરવી મહાકુંભ 2025નો વિધિવત પ્રારંભ થયો. મહાકુંભની શરૂઆત દાંતા માર્ગ પર રથ ખેંચીને કરવામાં આવી છે. પૂજા અર્ચના બાદ શ્રીફળ વધેરીને રથ ખેંચીને પ્રારંભ કરાયો છે. અંબાજી તરફના તમામ માર્ગો પર ભક્તો ઉમટી પડ્યા છે. આજથી અંબાજી મંદિર સવારે 6 વાગ્યાથી ખુલ્લુ થયું છે. અંબાજી મંદિર રાત્રીના 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. પોલીસ પણ મોટી સંખ્યામાં તમામ પોઇન્ટ પર હાજર રાખવામાં આવી છે.




