
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે પંજાબની કાસા કંપની દ્વારા વૈજ્ઞાનિક તેમજ આધુનિક પશુ માર્ગદર્શક શિબિર યોજવામાં આવી હતી. જેમાં પંજાબની કાસા કંપનીના એક્ઝિક્યુટિવ શિવાજીભાઈ, પંકજભાઈ, નરેશભાઈ દ્વારા વાછરડી/પાડી ઉછેર, ગાભણ ગાય/ભેંસની કાળજી તેમજ દુધાળા પશુ માટે સારું દૂધ ઉત્પાદન કેવી રીતે લઈ શકાય. અને સમયે સમયે કેવા પ્રકારના દાણ અને દવા આપવી તેની તેઓ દ્વાર યોગ્ય અને જરૂરી માર્ગદર્શ પશુપાલકોને આપવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં મુકેશભાઈ પટેલ, મનસુખભાઈ વસાવા, દિવ્યેશભાઈ, સવિલાલ ચૌધરી , તરુણભાઈ ચૌધરી તથા શૈલેષભાઈ ચૌધરી, મેહુલભાઈ ચૌધરી તેમજ પશુ પાલકોની ઉપસ્થિતિમાં આ શિબિર યોજાઈ હતી.



