GUJARATJUNAGADH

જૂનાગઢમાં નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી અંતર્ગત નાગરિકો સાયકલ રેલીમાં જોડાયા

રમત ગમતને જીવનનો હિસ્સો બનાવી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ : કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા

દેશના મહાન હોકીના ખેલાડી અને ખેલ રત્ન એવા શ્રી મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ અંતર્ગત નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવે છે. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ જુનાગઢ જિલ્લામાં નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટસ ઓથોરિટીના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. જેના ભાગરુપે જૂનાગઢમાં આજે રવિવારે સન્ડે ઓન સાયકલ રેલી યોજાઈ હતી. જેમાં શહેરના ઝાંસીની રાણી સર્કલથી મોતીબાગ સર્કલથી પરત સરદારબાગ સુધી આયોજિત રેલીમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકો જોડાયા હતા. કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી.પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી તેજસ પરમાર અને જિલ્લા પોલીસ વડા શ્રી ઓડેદરા સહિતના અધિકારીશ્રીઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાયકલ સવારોને શુભકામના પાઠવી લીલી ઝંડી આપીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.તેમાં જિલ્લા કલેકટરશ્રી સહિતના અધિકારીઓ પણ સાયકલ રેલીમાં જોડાઈને જિલ્લાના યુવાનો બાળકો અને સૌ નાગરિકો રમત ગમતને જીવનનો હિસ્સો બનાવે તે માટે સંદેશો આપ્યો હતો. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, સ્પોર્ટસ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું કે, નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણીમાં મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી થયા છે. ત્રણ દિવસની વિવિધ સ્પર્ધાઓ દરમિયાન વિવિધ સંસ્થાઓ શાળા કોલેજ તેમજ જિલ્લાના ૫૦૦ જેટલા સરકારી કર્મચારીઓ અધિકારીઓ પણ આ સ્પર્ધામાં સહભાગી થયા હતા. આ ત્રિદિવસીય રમતોત્સવમાં વિવિધ પ્રકારની રમતો જેવી કે દોડ, ફૂટબોલ, રસ્સા ખેંચ, સાયકલ રેલી, ગોળા ફેંક વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સાયકલ રેલી દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર શ્રી જાડેજા, જૂનાગઢ શહેર પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી લતાબેન ઉપાધ્યાય, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઇ રુપારેલીયા, વિવિધ સરકારી કચેરીના અધિકારીગણ, કર્મચારીગણ, શિક્ષક ગણ, વિદ્યાર્થીઓ, વાલી ગણ, સાયકલિસ્ટસ, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ અને બહોળી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો

રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!