GUJARAT

નસવાડી તાલુકાના પત્રકાર પર ભૂમાફિયાઓ દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવતા યુવા સામાજિક ક્રાંતિ દ્વારા આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી.

મુકેશ પરમાર,,નસવાડી

નસવાડી તાલુકાના પત્રકાર પર ભૂમાફિયાઓ દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવતા યુવા સામાજિક ક્રાંતિ દ્વારા આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.આદિવાસી સમાજ ના યુવા પત્રકાર તેમણે હંમેશાં લોકોના હિતમાં, સત્ય પર આધારિત અને ભૂમાફિયા તેમજ ગેરકાયદેસર કૃત્યો સામે પત્રકારત્વ કર્યું છે.તેમના આ કાર્યને કારણે પ્રભાવશાળી ભૂમાફિયા તત્વો નારાજ રહી, તેઓએ તેમને દબાવવા અને બદનામી કરવા માટે તારીખ 14/08/2025 ના રોજ નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ખોટી FIR ક, નંબર 11184007251 દાખલ કરાવી છે.આ FIR સંપૂર્ણપણે બિનઆધારભૂત, ખોટી અને બદનામીના હેતુસર કરવામાં આવી છે. નિર્દોષ પત્રકારને આ રીતે ફસાવવો એ માત્ર વ્યક્તિગત અણબનાવ નથી, પરંતુ પત્રકારત્વની સ્વતંત્રતા અને લોકશાહીના મૂલ્યો પર ગંભીર હુમલો છે.ભારતીય બંધારણનો કલમ 19(1)(0) મુજબ ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે.પત્રકારને ખોટી FIR મારફતે દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે બંધારણીય હક્કોનું ઉલ્લંઘન છે. તેથી “યુવા સામાજિક ક્રાંતિ” સંગઠન ના આદિવાસી રાઠવા સમાજ ની વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ FIR રદ કરવામાં આવે એવી અમારી માંગ કરવામાં આવી હતી.આ મામલે તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.ભૂમાફિયા તત્વો દ્વારા કરવામાં આવેલા આ કૃત્ય સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી આપશો.પત્રકાર મિત્રને ખોટી FIRના કારણે મળતા ત્રાસમાંથી મુક્ત કરી ન્યાય અપાવશો.તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!