શાળાકીય રમત-ગમત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ કાંકરેજ કબડ્ડી ટીમ ચેમ્પિયન બની…
શાળાકીય રમત - ગમત અંતર્ગત દીઓદર તાલુકાના ફોરણા ખાતે પી.એચ.લુંકડ શાળામા બનાસકાંઠા જિલ્લા કબડ્ડી (ભાઈઓ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

શાળાકીય રમત-ગમત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ કાંકરેજ કબડ્ડી ટીમ ચેમ્પિયન બની…
તાજેતરમાં શાળાકીય રમત – ગમત અંતર્ગત દીઓદર તાલુકાના ફોરણા ખાતે પી.એચ.લુંકડ શાળામા બનાસકાંઠા જિલ્લા કબડ્ડી (ભાઈઓ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં જિલ્લા ભરમાંથી કબડ્ડીની ભાઈઓની ટીમોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં કાંકરેજ તાલુકાની અંડર-૧૪ ભાઈઓની ટીમ ચેમ્પિયન બનતા સમગ્ર કાંકરેજ તાલુકા સ્પોર્ટ ટીમે ગૌરવની લાગણી અનુભવી હતી.ચેમ્પિયન ટીમને તૈયાર કરવા તાલુકા રમત ગમત કન્વીનર પ્રકાશભાઈ પટેલે અથાગ મહેનત કરી હતી અને જેમાં નચિકેતા સંસ્કારધામ થરા ખાતે સંસ્થાના પ્રમુખ બાબુભાઈ ચૌધરી ના માર્ગદર્શન થી પાંચ દિવસીય કેમ્પ રાખીવિદ્યાર્થીઓને તૈયાર કર્યા હતા. આ કેમ્પમાં વિદ્યાર્થીઓને તૈયાર કરવા તાલુકા કન્વીનર પ્રકાશભાઈ પટેલ, નચિકેતા સંસ્કાર ધામના કર્મયોગી સંજયભાઈ પટેલ,અનિલભાઈ દેસાઈ,ગોવિંદભાઈએ અથાગ મહેનત કરી તાલુકાને ગૌરવ અપાવ્યું હતું.સમગ્ર કેમ્પનું સંચાલન નચિકેતા સંસ્કાર ધામના નિયામક હસમુખભાઈ ચૌધરીએ કરેલ.કબ્બડી સ્પર્ધામાં તાલુકાની ટીમ ચેમ્પિયન બનતા અલગ અલગ સ્પોટ સાથે જોડાયેલા મિત્રોએ ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને આ ટીમ આગામી સમય રાજ્ય ખાતે ચેમ્પિયન બને એના માટે શુભકામનાઓ પાઠવી હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530





