MEHSANAVIJAPUR

અંબાજી ના ભાદરવી પૂર્ણિમા મહામેળો – ૨૦૨૫ ના પદયાત્રી ઓ માટે મહેસાણા પોલીસ દ્વારા સુરક્ષા અને સલામતી માટે વ્યવસ્થા કરાઇ

અંબાજી ના ભાદરવી પૂર્ણિમા મહામેળો – ૨૦૨૫ ના પદયાત્રી ઓ માટે મહેસાણા પોલીસ દ્વારા સુરક્ષા અને સલામતી માટે વ્યવસ્થા કરાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મેહસાણા જિલ્લામાં અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂર્ણિમા મહામેળા-૨૦૨૫ ને ધ્યાનમાં રાખીને જનતા તેમજ યાત્રીઓ માટે સુરક્ષા અને સુવિધા માટે મહેસાણા પોલીસ દ્વારા વિવિધ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.મહેસાણા પોલીસ દ્વારા યાત્રીઓને સુરક્ષા માટેની અપીલ કરતા પોતાનો કિંમતી સામાન સાવધાનીપૂર્વક રાખવા, ખિસ્સા કાતરુથી સાવધાન રહેવા, નાના બાળકોની ખાસ કાળજી લેવી તથા તેમના ખિસ્સામાં નામ, સરનામું અને મોબાઈલ નંબર લખી આપવા, યાત્રાળુઓએ શક્ય હોય તો ફૂટપાથનો ઉપયોગ કરવા, માર્ગમાં આવતા વાહનોને ટ્રાફિક ન બને તે માટે રસ્તો આપવા, કોઈપણ બિનવારસી વસ્તુ જોવા મળે તો તેને અડકવી નહીં, તરત જ પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરવા સાથે પોલીસ તથા અન્ય સુરક્ષા કર્મચારીઓને સહકાર તેમજ સહયોગ આપવા જણાવાયું છે.
*યાત્રા અને ટ્રાફિક માટેની સૂચના:*
– પદયાત્રીઓએ હંમેશા રોડની ડાબી બાજુએ ચાલવું.
– રાત્રે ચાલતી વખતે રેફ્લેક્ટર સ્ટીકર અથવા ચમકતું કપડું પહેરવું.
– જાહેર માર્ગ પર ભીડ ન કરવી જેથી ટ્રાફિક સમસ્યા ન ઊભી થાય.
– આરામ માટે યોગ્ય વિસ્તારોનો ઉપયોગ કરવો. રોડ કે ડિવાઇડર ઉપર આરામ ન કરવો.
– વાહનો ફક્ત યોગ્ય પાર્કિંગમાં જ પાર્ક કરવા.
– જાહેર સ્થળે થૂંકવું નહીં.
– કચરો હંમેશા કચરાપેટીમાં નાખવો.
આકસ્મિક પરિસ્થિતિ માટે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યો છે. આકસ્મિક જરૂરીયાત સમયે પોલીસ કંટ્રોલરૂમ, મહેસાણા – ૦૨૭૬૨-૨૨૨૧૩૩, વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન – ૦૨૭૬૫-૨૩૧૧૦૦, વિસનગર સિટી પોલીસ સ્ટેશન – ૦૨૭૬૫-૨૩૧૩૦૦, વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન – ૦૨૭૬૧-૨૨૨૦૩૩,  ખેરાલુ પોલીસ સ્ટેશન – ૦૨૭૬૧-૨૩૦૦૭૮, સતલાસણા પોલીસ સ્ટેશન– ૦૨૭૬૧-૨૫૩૩૪૧ પર  સંપર્ક  કરવા જણાવ્યું હતુ.

Back to top button
error: Content is protected !!