સૌથી લાંબો સમય ગૃહમંત્રી રહેલા શ્રી અમીત શાહ દ્વારા લોકઉપયોગી લોકાર્પણ

ગત તા.૩૧/૦૮/૨૦૨૫ના રોજ માન.કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રીશ્રી અમિત શાહનાઓ દ્વારા ગાંધીનગર ખાતેથી પોલીસ હાઉસીંગ બોર્ડ દ્વારા નવનિર્મિત અત્રેની અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે એડમીન બીલ્ડીંગ, બી-૨૦+ સી-૬૦-૮૦ આવાસો, સી-૭+ડી-૩ = ૧૦ આવાસો, ઈ-૩ આવાસો, એમ.ટી વિભાગના બાંધકામોનું ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં પોલીસ મહાનિર્દેશકશ્રી ડો.કે.એલ.એન.રાવ સાહેબશ્રીના સુચના અને માર્ગદશન હેઠળ અત્રેની અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે આ કાર્યક્રમનુ લાઇવ પ્રસારણ નિહાળી શકે તે માટે નવનિર્મિત એડમીન બિલ્ડીંગ સામે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ હતી.જેમા મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી અશ્વિન ચૌહાણ,IPS તથા અધિક્ષકશ્રી ગૌરવ અગ્રવાલ,IPS માન. ધારાસભ્યશ્રી ડો.હર્ષદભાઇ પટેલ, સાબરમતી વિધાનસભા વિસ્તાર, માન ધારાસભ્યશ્રી જીતેન્દ્રભાઈ પટેલ(ભગત), નારણપુરા વિધાનસભા વિસ્તાર, સર્વે નાયબ અધિક્ષક, સીનીયર જેલર, જેલર તથા અન્ય સ્ટાફના અધિકારી/કર્મચારીઓ તેમજ કોર્પોરેટરશ્રી વિરલ વ્યાસ (રાણીપ વોર્ડ), ગીતાબેન પટેલ, દશરથભાઇ પટેલ, ભાવીબેન પંચાલ (રાણીપ વોર્ડ), કોર્પોરેટરશ્રી મુકેશ મિસ્ત્રી, પ્રદિપદવે સ્ટેડીયમ વોર્ડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમમાં માન.કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રીશ્રી અમિત શાહનાઓ દ્વારા ગાંધીનગર ખાતેથી અત્રેની અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે રૂ.૩૭૫૭ લાખના ખર્ચે બનેલ નવનિર્મિત એડમીન બીલ્ડીંગ, બી- ૨૦+ સી-૬૦-૮૦ આવાસો, સી-૭+ડી-૩ : ૧૦ આવાસો, ઈ-૩ આવાસો, એમ.ટી વિભાગના બાંધકામોનું ઇ-લોકાર્પણ કરવામાં આવેલ હતુ. જે તમામ હાજર મહેમાનો દ્વારા તથા અધિકારી/કર્મચારીઓ દ્વારા લાઇવ પ્રસારણ નિહાળવામાં આવેલ હતુ.

___________________
જનરક્ષક વાનના તેમજ જેલ સ્ટાફ ક્વાર્ટર લોકાર્પણ
ભારતના સૌથી લાંબા સમય સુધી ગૃહ મંત્રી તરીકે સેવા આપવાનો ગૌરવ ધરાવતા ભારતના માનનીય કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે પધાર્યા હતા.
આજના આ પવિત્ર દિવસે, ૩૧ ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ સાંજે ૫:૩૦ કલાકે, માનનીય અમિતભાઇ શાહશ્રીએ સમગ્ર રાજ્ય માટેનું ડાયલ ૧૧૨ ઈન્ટિગ્રેટેડ ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS) નું લોકાર્પણ કર્યું, જે ગુજરાતના નાગરિકોની સલામતી, સુરક્ષા અને કલ્યાણ માટે એક ઐતિહાસિક પગલું છે.
આ અભૂતપૂર્વ પ્રકલ્પ અંતર્ગત, તેઓશ્રીએ ૫૦૦ જનરક્ષક વાહનોનું રાજ્યને અર્પણ પણ કર્યું. આ ડાયલ ૧૧૨ જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત નાગરિકોને પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન, બાળ હેલ્પલાઇન જેવી તમામ પ્રકારની તાત્કાલિક સેવાઓ હવે એક જ યુનિફાઇડ નંબર – ૧૧૨ દ્વારા પ્રાપ્ત થશે.
આ સેવા માટે આધુનિક સેન્ટ્રલાઇઝ્ડ કોલ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં ૧૫૦ તાલીમપ્રાપ્ત કર્મચારીઓ ૨૪ કલાક તૈનાત રહી દરેક કોલને સંવેદનશીલતા અને તત્પરતા સાથે સંભાળશે. પ્રણાલીને એવી રીતે રચવામાં આવી છે કે સૌથી નજીકનું જનરક્ષક વાહન ઘટના સ્થળે તરત જ પહોંચી જશે, ભલે તે કયા પોલીસ સ્ટેશનની સીમામાં આવે કે નહીં. સુરત અને રાજકોટ ખાતે થયેલ પાયલટ પ્રોજેક્ટમાં આ સેવા હેઠળ પોલીસની પ્રતિસાદ ક્ષમતા સરેરાશ બે મિનિટ ઓછા સમયમાં નોંધાઇ છે – જે ગુજરાતના ટેક્નોલોજી આધારિત સુશાસનનું જીવંત ઉદાહરણ છે.
રાજ્યના કાયદો-વ્યવસ્થા તંત્રને વધુ મજબૂતી આપવા માટે, આ પ્રસંગે મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ૫૩૪ પોલીસ વાહનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું, જેના કારણે પોલીસની કાર્યક્ષમતા, દૃશ્યમાનતા અને ગતિશીલતા વધશે.
તે ઉપરાંત, માનનીય અમિતભાઇ શાહએ ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિ. દ્વારા રૂ. ૨૧૭ કરોડના ખર્ચે રાજ્યભરમાં બાંધવામાં આવેલા વિવિધ રહેણાંક તથા બિન રહેણાંક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું.
*ડૉ.કે.એલ.એન.રાવના પ્રયાસો અને માર્ગદર્શન* હેઠળ જામનગર જીલ્લા જેલ ખાતે બાંધવામાં આવેલા નવા સ્ટાફ ક્વાર્ટર્સ (બ્લોક B-48, બ્લોક C-06 અને બ્લોક D-04), અમદવાદ મધ્યસ્થ જેલ ખાતે એડમિન બિલ્ડિંગ, એમ.ટી. વિભાગ, સ્ટાફ ક્વાર્ટર્સ અને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ક્વાર્ટર્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ અવસરને યાદગાર બનાવવા માટે નવા ક્વાર્ટર્સના કેમ્પસમાં વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
આ કાર્યક્રમમાં જામનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઇ અકબરી, જામનગર ઉત્તરનાં ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા, જામનગર સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી નિલેશભાઇ કગથરા, જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિની ચેરપર્સનશ્રીમતી ગોમતીબેન ચાવડા, વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ, જીલ્લા જેલ અધિક્ષક શ્રી નાસીરૂદ્દીન લોહાર, જેલર શ્રી બલભદ્રસિંહ રાયજાદા તથા જીલ્લા જેલના ફિઝિશિયન ડો. ચેતન ડાંગેરા, વિસ્તારના સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિશાળ LED સ્ક્રીન દ્વારા માનનીય અમિતભાઇ શાહ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીના પ્રવચનો અતિરિક્ત મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં સમગ્ર જનસમૂહ, જેલ સ્ટાફ તથા તેમના પરિવારો સુધી સીધી પ્રસારિત કરવામાં આવી.
જામનગર જીલ્લા જેલ ખાતે રૂ. ૧૩ કરોડના ખર્ચે બાંધવામાં આવેલા નવા સ્ટાફ ક્વાર્ટર્સ અંગે જીલ્લા જેલ અધિક્ષક શ્રી નાસીરૂદ્દીન લોહારે સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે આ નવા પ્રોજેક્ટ્સે પોલીસ તથા જેલ સ્ટાફનો આત્મવિશ્વાસ અને મનોબળ અત્યંત ઊંચું કર્યું છે તથા તેઓને સમાજની સેવા પૂરેપૂરી શક્તિ અને સમર્પણ સાથે કરવા માટે પ્રેરણા આપી છે.
જેલ સ્ટાફ તથા તેમના પરિવારજનો દ્વારા આ નવા રહેણાંક ક્વાર્ટર્સનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું, જે સરકારશ્રીની સંસ્થાકીય માળખાની મજબૂતી સાથે માનવીય ગૌરવ માટેની અડગ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
આ ઐતિહાસિક દિવસ, જેમાં ડાયલ ૧૧૨ ERSS, જનરક્ષક વાહનો, મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામના વાહનો તથા પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના રૂ. ૨૧૭ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયું છે, ગુજરાતના પ્રગતિશીલ વિઝન અને ભારત સરકારની જનકલ્યાણ માટેની નિષ્ઠાનું તેજસ્વી પ્રતીક બની રહ્યો છે.






